Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ભોપાલ કોંગ્રેસના ઉમેદવાર અને મતદાનથી વંચિત દિગ્વિજસિંહએ કહ્યું મારા વિજય અંગે શંકાશીલ નથી

ભોપાલમાં કોંગ્રેસની જીત થશે. મેં ભલે વોટ નથી આપ્યો પરંતુ મેં વોટ વધારે અપાવ્યો છે.

ભોપાલ : ભોપાલમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દિગ્દવિજય સિંહે પોતાનો જ મત આપ્યો નથી. આજે યોજાયેલી લોકસફભાની ચૂંટણીમાં તેમણે વોટ ન આપ્યો કારણ કે તે મધ્યપ્રદેશના રાજગઢના વતની છે. જોકે, વોટ ન આપવાનો સ્વીકાર કરતા તેમણે જણાવ્યું હતું કે હા હું રાજગઢના વતની છું અને વોટ દેવા ન જઈ શક્યો પરંતુ આગલી વખતે હું ભોપાલમાં મારૂ નામ નોંધાવીશ.

  ભોપાલના એક મતદાન કેન્દ્રની બહાર દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે 'હું મારા વિજય અંગે સહેજ પણ શંકાશીલ નથી. વોટિંગની ટકાવારીમાં વધારો થયો છે. વિધાનસભાની જેમ લોકસભામાં પણ ભોપાલમાં કોંગ્રેસની જીત થશે. મેં ભલે વોટ નથી આપ્યો પરંતુ મેં વોટ વધારે અપાવ્યો છે.
   દિગ્વિજય સિંહે ભોપાલ વાસીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આટલી ભીષણ ગરમીમાં લોકોએ જે ઉત્સાહપૂર્વક મતદાન કર્યુ તેના બદલ હું લોકોનો આભારી છું. અહીંયા મહિલા, પુરૂષ, ખેડૂત, વેપારી, કર્મતારી, તમામ વર્ગોએ મતદાન કર્યુ છે અને હું સૌનો આભારી છું.

(12:00 am IST)