Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

જીમેલમાં મોટાપાયે તોળાતા ફેરફાર :અનેક ફીચર્સ બદલાશે :નવા લુકમાં જોવા મળશે

ઉપયોગ થશે સરળ :ઓટોમેટિક રિપ્લાઈ કરી શકાશે :થેક્યું,લેટ્સ ગો ,ઓકે જેવા જવાબો ટાઈપ કરવાની જરૂર નહિ રહે

ગૂગલ જીમેઈલમાં આગામી દિવસોમાં મોટાપાયે ફેરફાર કરી શકે છે. જીમેઈલમાં અનેક ફીચર્સ ઈન્ટ્રોડ્યુસ થઈ શકે છે.અહેવાલ મુજબ જીમેઈલના અનેક ફીચર બદલાઈ જશે. યૂઝર્સને જલદી જીમેઈલ નવા લૂકમાં જોવા મળશે. જો કે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે જીમેઈલનો લૂક કેવો હશે. અત્રે જણાવવાનું કે અગાઉ વર્ષ 2014માં જીમેઈલે ઈનબોક્સનો આખો લૂક બદલી નાખ્યો હતો. ગૂગલ દ્વારા જીમેઈલ સૂટ એડમિનિસ્ટ્રેટર્સને મોકલવામાં આવેલા એક ઈમેઈલમાં ફેરફારનો ખુલાસો થયો છે.

   નવા ફીચર્સ મુજબ યૂઝર્સ માટે જીમેઈલને બંધ કરાયેલ એપ્સ દ્વારા પહોંચવાનું સરળ બનશે. હવે યૂઝર જીમેઈલથી જી સૂટ એપ્સ સુધી સરળતાથી પહોંચી શકશે. તેનાથી યૂઝર્સ માટે જીમેઈલનો ઉપયોગ કરવાનું વધુ સરળ બનશે.

   જીમેઈલ સાથે વધુ એક ફીચર પણ જોડાશે. જે હેઠળ તમે જીમેઈલમાં ઓટોમેટિક રિપ્લાય કરી શકશો, જેમ કે થેંક્યુ, લેટ્સ ગો, ઓકે જેવા જવાબ તમારે ટાઈપ કરવાની જરૂર નહીં રહે. જીમેઈલમાં તમને અગાઉથી ટાઈપ જવાબના સૂચન મળશે. ફીચર ફીચર હાલ જીમેઈલ પર ઉપલબ્ધ છે. ફીચરથી તમે વ્યસ્ત હશો તો પણ સરળતાથી જવાબ આપી શકશો.

   નવા ફીચર્સમાં સ્નૂઝ (Snooze)ને પણ જીમેઈલમાં સામેલ કરવામાં આવશે. સ્નૂઝના ફીચરના આવવાથી તમે ઈમેલને સ્નૂઝ કરી શકો છો. જેનો અર્થ થયો કે કોઈ ખાસ ફિક્સ કરવામાં આવેલા સમય ઉપર ઈનબોક્સમાં મેલ પોપ કરશો. જેનાથી દર્શક સ્નૂઝના ટાઈમ સેટ કરીને પોતાના હિસાબથી મેઈલ જોઈ શકશે.

જીમેઈલના વેબ ફીચરમાં વેબ યૂઝર્સ માટે ઓફલાઈન સપોર્ટનું ફીચર પણ મળશે. ફીચર ચાલુ વર્ષે જૂનમાં આવી શકે છે. અંગે જો કે વધુ માહિતી અપાઈ નથી. તે અંગે મેમાં થનારી વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવશે. ત્યારે યૂઝર્સને પણ જાણવા મળશે.

જીમેઈલના નવા વર્ઝનમાં ખુબ બદલાવ જોવા મળશે. કંપનીએ થોડા દિવસ પહેલા કન્ફર્મ કર્યુ છે. અહેવાલોની માનીએ તો જીમેઈલની ડિઝાઈન પહેલા કરતા વધુ આકર્ષક હશે. તેમાં વધુ કલરફૂલ લૂકનો ઉપયોગ કરવામાં આવશે.

જીમેઈલમાં નવા ફેરફાર આવ્યાં બાદ યૂઝર્સ હવે નવી ડિઝાઈનની રાહ જોઈ રહ્યાં છે. જોવાનું રહેશે કે નવી ડિઝાઈન આવ્યાં બાદ યૂઝર્સને કેટલી પસંદ પડે છે.

(12:04 am IST)