Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

ગુન્હેગાર કોઈપણ હશે તેને છોડવામાં નહિ આવે :ઉન્નાવ ગેંગરેપ કેસમાં મુખ્યમંત્રી યોગીએ મૌન તોડ્યું

સરકાર ગુનાખોરી અને ભ્રષ્ટાચારના મામલે ઝીરો ટોલરન્સની નીતિથી કામ કરી રહી છે

 

ઉન્નાવ દુષ્કર્મ મામલે ગુન્હેગાર કોઈપણ હશે તેને છોડવામાં નહિ આવે ઉન્નાવ બળાત્કાર કેસમાં ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની ધરપકડ બાદ આખરે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મૌન તોડ્યું છે. યોગી આદિત્યનાથે ક્હ્યું કે તેમની સરકાર ગુનાખોરી અને ભ્રષ્ટાચારના મામલે ઝીરો ટોલરન્સની નીતિથી કામ કરી રહી છે

  ઉન્નાવ ગેંગરેપ કેસમાં ભાજપના આરોપી ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની સીબીઆઇ દ્વારા ધરપકડ કરાયા બાદ પીડિતાએ ફરી એક વખત કુલદીપસિંહ સેંગરને કડકમાં કડક સજા આપવાની માંગણી કરી છે. પીડિતાએ જણાવ્યું કે તે ઇચ્છે છે કે સેંગર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને તેને કઠોર સજા આપવામાં આવે.

   બીજી તરફ ગેંગરેપ મામલે અત્યાર સુધી મૌન સાધનારા ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી

ઉન્નાવ ગેંગરેપ કેસમાં 260 દિવસો બાદ ભાજપના આરોપી ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર વિરુદ્ધ ગુરુવારે એફઆઈઆર નોંધવામાં આવી હતી. સેંગર પર સગીરા સાથે બળાત્કાર અને સગીરાના પિતાની હત્યા મામલે કેસ દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે યોગી આદિત્યનાથના નિવેદન બાદ સેંગર વિરૂદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.

(10:02 pm IST)