Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

મહિલાઓ સામે હિંસા મુદ્દે મોદી મૌન છે : આરોપીઓને સજા કરવા માટે કોઇ વાત થઇ રહી નથી: રાજ્ય સરકાર દ્વારા બળાત્કારીઓને રક્ષણ આપવામાં આવી રહ્યું છે: અમારા વડાપ્રધાનઆને લઇને શાંત દેખાઈ રહ્યા છે : રાહુલ ગાંધી

નવીદિલ્હી, તા.૧૩ : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે મહિલાઓ અને બાળકો સામે વધતી હિંસા મુદ્દે મૌન રહેવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝાટકણી કાઢી હતી. રાહુલે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી આ બંને મામલે કોઇ નિવેદન કરે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. રાહુલે એમ પણ કહ્યું હતું કે, દેશના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. મોદીએ એકબાજુ બેટીબચાવોને લઇને વાત કરી રહ્યા છે. બીજી બાજુ કથુઆ અને ઉન્નાવમાં બળાત્કારના કેસો થઇ રહ્યા છે. વડાપ્રધાન ઉપર સીધીરીતે પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આરોપીઓને સજા કરવા માટે કોઇ વાત થઇ રહી નથી. રાજ્ય સરકાર દ્વારા બળાત્કારીઓને રક્ષણ આપવામાં આવી રહ્યું છે. અમારા વડાપ્રધાનઆને લઇને શાંત દેખાઈ રહ્યા છે.

(9:49 pm IST)