Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

નેશનલ ફિલ્મ એવોર્ડ જાહેરઃ 'મોમ' માટે શ્રીદેવીને બેસ્ટ એકટ્રેસઃ 'બાહુબલિ-૨' બેસ્ટ પોપ્યુલર ફિલ્મ

'ઢ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડઃ એ.આર.રહેમાનને બેસ્ટ મ્યુઝીક ડાયરેકટરનો એવોર્ડ :'ન્યુટન' બેસ્ટ હિન્દી ફિલ્મઃ નેશનલ ફિલ્મ એવોર્ડ કમિટિના ચેરમેન શેખર કપૂરે ભારતની વિવિધ ભાષાઓની ફિલ્મો માટે એવોર્ડનું કર્યું એલાન :તમામ વિજેતાઓને ૩ મેના રોજ રાષ્ટ્રપતિના હાથે સન્માનિત કરાશે

મુંબઇ તા. ૧૩ : આજે ૬૫માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું એલાન કરવામાં આવ્યું હતું. અભિનેતા રાજકુમાર રાવની ફિલ્મ 'ન્યૂટન'ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનાં પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી છે. તો 'ન્યૂટન 'ફિલ્મમાં અભિનય કરનાર પંકજ ત્રિપાઠીને પણ વિશેષ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો દિવગંત અભિનેત્રી શ્રીદેવીને ફિલ્મ 'મોમ' માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. અભિનેતા વિનોદ ખન્નાને મરણોપરાંત દાદા સાહેબ ફાળકે સમ્માન આપવામાં આવ્યું છે.

૬૫માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમિતિનાં ચેરમેન અને જાણીતા નિર્દેશક શેખર કપૂરે કર્યું હતું. તમામ વિજેતાઓને ૩ મેનાં રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રીય પુરસ્કારથી સમ્માનિત કરશે. તો 'બાહુબલી-૨'ને બેસ્ટ એકશન ડાયરેકશન ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે.

બેસ્ટ કોરિયોગ્રાફીનો એવોર્ડ 'ટોઈલેટ-એક પ્રેમ કથા'ને ગયો છે. જેમાં ગોરી તૂ લઠ્ઠ મારના કોરિયોગ્રાફી માટે આ એવોર્ડ મળ્યો છે. તેની કોરિયોગ્રાફી ગણેશ આચાર્યએ કરી હતી. બેસ્ટ બેગ્રાઉન્ડ મ્યૂઝિક એવોર્ડ શ્રીદેવી સ્ટારર મોમને મળ્યો છે. મણિ રત્નમની કાતુર વેલ્યાદી માટે એ આર રહેમાનને બેસ્ટ મ્યુઝિક ડાયરેકટર એવોર્ડ મળ્યો છે.

બેસ્ટ એકટર - ઋદ્ઘિ સેન (નગર કીર્તન) બેસ્ટ એકટ્રેસ - શ્રીદેવી (મોમ)બેસ્ટ ફિલ્મ - વિલેજ રોકસ્ટાર્સ (અસમિયા ભાષા)દાદાસાહેબ ફાળકે - (વિનોદ ખન્ના)એન્ટરટેઇનર ફિલ્મ ઓફ ધ યર - બાહુબલી - ધ કન્કલુઝનબેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસ - દિવ્યા દત્તા (ઇરાદા)બેસ્ટ ડાયરેકટર - જયરાજબેસ્ટ હિંદી ફિલ્મ - ન્યુટનબેસ્ટ તેલુગુ ફિલ્મ - ગાઝીબેસ્ટ તમિલ ફિલ્મ - ટુ લેટબેસ્ટ કન્નડ ફિલ્મ - હેબ્બત રામાક્કાબેસ્ટ મલયાલમ ફિલ્મ - થોંડીમુથલમ દ્રકિશયમબેસ્ટ ઉડિયા ફિલ્મ - હેલો આર્સીબેસ્ટ મરાઠી ફિલ્મ - કચ્ચા લીંબુબેસ્ટ ગુજરાતી ફિલ્મ - ઢબેસ્ટ આસામ ફિલ્મ - ઇશૂબેસ્ટ એકશન ડાયરેકશન એવોર્ડ - અબ્બાસ અલી મોગુલ (બાહુબલી - ધ કન્કલુઝન)બેસ્ટ મ્યુઝિક ડાયરેકટર - એ.આર. રહેમાન ('કાત્રુ વેલિયિદાઇ' માટે)બેસ્ટ લિરિકસ - જે.એમ. પ્રહલાદબેસ્ટ કોરિયોગ્રાફર - ગણેશ આચાર્ય ('ગોરી તુ લઠ્ઠ માર' ગીત માટે)

રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ જાહેર

સ્વર્ગસ્થ શ્રીદેવીને મોમ ફિલ્મ માટે એવોર્ડ

       નવી દિલ્હી,તા. ૧૩ : રાષ્ટ્રીય ફિલ્મ અવોર્ડની આજે જાહેરાત કરવામાં આવી હતી. થોડાક સમય પહેલા રજૂ થયેલી અને હાલમાં જ અવસાન પામેલી બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવીની ફિલ્મ મોમ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ શ્રીદેવીને મળ્યો હતો. થોડાક દિવસ પહેલા જ દુબઈમાં શ્રીદેવીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. આ ઉપરાંત વિનોદ ખન્નાને દાદાસાહેબ ફાલ્કે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિનોધ ખન્નાનું પણ થોડાક સમય પહેલા અવસાન થયું હતું. રાષ્ટ્રીય એવોર્ડમાં કોને કયો એવોર્ડ મળ્યો તે નીચે મુજબ છે.

*    નગરકીર્તન ફિલ્મમાં ભુમિકા બદલ રિદ્ધિ સેનને શ્રેષ્ઠ અભિનેતા જાહેર કરાયો

*    મોમ ફિલ્મમાં ભૂમિકા બદલ શ્રીદેવીને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ અપાયો

*    આસામ ભાષાની ફિલ્મ વિલેજ રોકસ્ટારને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો

*    વિનોદ ખન્નાને દાદાસાહેબ ફાલ્કે એવોર્ડ અપાયો

*    બાહુબલી દ કનક્લુજનને ઇન્ટરપેનલ ફિલ્મ ઓફ દ યરનો એવોર્ડ

*    ઇરાદા ફિલ્મમાં ભૂમિકા બદલ દિવ્યા દત્તને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ

*    તોંડીમુથલમ ફિલ્મમાં ભૂમિકા બદલ ફહાદ ફાઝિલને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ

*    જયરાજને સર્વશ્રેષ્ઠ નિર્દેશક માટેનો એવોર્ડ

*    ન્યુટનને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ માટેનો એવોર્ડ

*    ગાઝી સર્વશ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ જાહેર કરાઈ

*    વોકિંગ વિથ દ વિન્ડ માટે લડાખી ફિલ્મનો એવોર્ડ

*    ટુ લેઇટને શ્રેષ્ઠ તમિળ ફિલ્મ તરીકે જાહેર કરાઈ

*    હેબત રામક્તા બેસ્ટ કન્નડ ફિલ્મ જાહેર કરાઈ

*    હેલો આરસી શ્રેષ્ઠ ઓરિયા ફિલ્મ જાહેર કરાઈ

*    કચ્ચા લીંબુ શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ જાહેર થઇ

*    ઢ સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ જાહેર

*    ઇસુ શ્રેષ્ઠ આસામી ફિલ્મ જાહેર

*    અબ્બાસઅલી મોગુલને બાહુબલી માટે બેસ્ટ એક્શન નિર્દેશક એવોર્ડ

*    કાતરુ વેલિયિદાઈ માટે એઆર રહેમાનને શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ

*    જેએમ પ્રહલાદને શ્રેષ્ઠ ગીતકાર તરીકેનો એવોર્ડ

*    ગોરી તુ લઠ્ઠ માર ગીત માટે ગણેશ આચાર્યને બેસ્ટ કોરિયોગ્રાફરનો એવોર્ડ

*    નગરકીર્તનને બેસ્ટ જ્યુરી એવોર્ડ

*    નગરકીર્તન માટે રામરજતને બેસ્ટ મેકઅપ આર્ટીસ્ટ એવોર્ડ

*    ટેક ઓફ માટે સંતોષ રમનને બેસ્ટ પ્રોડક્શન વિઝન એવોર્ડ

*    સંજીવ પજહુડને સ્ક્રીન પ્લે રાઇટર માટેનો એવોર્ડ

*    જયરાજને એડપ્ટેડ સ્ક્રીન પ્લે રાઇટરનો એવોર્ડ

*    હેલો અર્શી માટે સંબિત મોહંતેને બેસ્ટ ડાયલોગ માટે એવોર્ડ

*    ભયાનકમને બેસ્ટ સિનેમાટોગ્રાફી માટેનો એવોર્ડ

*    બનીતા દાસને વિલેજ ઓફ સ્ટાર માટે બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટનો એવોર્ડ

(7:30 pm IST)