Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

૪૦ મહિનાના ઊંચા સ્તર પર ક્રૂડના ભાવ પહોંચ્યાઃ ઘરઆંગણે પેટ્રોલ ડીઝલના ભાવ હજુ પણ વધશે

વૈશ્વિક સ્તરે પ્રવર્તી રહેલા ભારે તનાવના પગલે

નવી દિલ્હીઃ  ઈન્ડિયન બાસ્કેટમાં ક્રૂડ ઓઈલની કીમતો ૧.૩૪ ડોલર વધીને ૬૮.૯૩ ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગઈ, જે ૪૦ મહિનાના સૌથી ઉંચા સ્તર પર છે. જેની સીધી અસર પબ્લિક સેકટરની ઓઈલ માર્કેટિંગ કંપનિઓ આઈઓસી, એચપીસીએલ અને બીપીસીએલ પર જોવા મળી છે. લગભગ ૩ ટકા જેટલો ઘટાડો નોંધાતાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પર પેટ્રોલ ડીઝલની કીમતો વધારવાનું પ્રેશર ઉભુ થયું છે.

બુધવારના રોજ સીરિયાથી લઈને રશિયા અને અમેરિકા વચ્ચે ચિંતા વધી ગઈ છે. સીરિયામાં કેમિકલ એટેકની પુષ્ટી થયા બાદ અમેરિકાએ તો રશિયાને સીધી રીતે ધમકી આપી અને મિસાઈલ એટેક માટે તૈયાર રહેવા માટે કહ્યું. આનાથી સંકેત મળ્યા કે અમેરિકા અને તેના મિત્ર દેશ સીરિયામાં મિલેટ્રી એકશન પર વિચાર કરી રહ્યા છે. ત્યારબાદ યૂએસ ક્રુડ અને ગ્લોબલ બેંચમાર્ક બ્રેંટ ક્રુડ ૨૦૧૪ બાદ હાઈ પર પહોંચી ગયું.

જો કે મોટી વાત એ છે કે ભલે ક્રૂડ ઓઈલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે પરંતુ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટી રહી છે. ગત ૭ એપ્રિલના રોજ દિલ્હીમાં પેટ્રોલની કીંમત ૭૪ રૂપીયા પ્રતિ લીટર હતી જે હવે દ્યટીને ૭૩.૯૪ રૂપીયા થઈ ગઈ છે. આના કારણે ઓઈલ માર્કેટિંગ કંપનિઓ પર સરકારનું પ્રેશર માનવામાં આવી રહ્યું છે. એક દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે સરકારે કંપનીઓને ૧ રૂપીયા પ્રતિ લીટર સુધીનો ભાર ઉઠાવવાનું કહ્યું છે  અને ત્યારબાદ આઈઓસી, એચપીસીએલ, બીપીસીએલના શેર ૭ ટકા જેટલા તૂટી ગયા છે.(૩૦.૨)

 

(12:01 pm IST)