Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

ભારતભરમાં મોટા જળ સંકટનો ખતરો

ભારત, મોરક્કો, ઈરાક અને સ્પેનમાં આ વર્ષે જળાશયો ડૂકયાઃ ઉપગ્રહ પ્રણાલી આધારિત ચેતવણીઃ નર્મદાનો ઈન્દિરા સાગર ડેમ ડૂકયોઃ સરદાર સરોવરના પાણી મુદ્દે વિવાદ થઈ શકે છે

લંડન, તા. ૧૩ : ગરમી આવતા જ જળ સંકટની વાતો થવા લાગે છે, પરંતુ ઉપગ્રહ આધારિત મળેલી માહિતીના વિશ્લેષણ બાદ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, ભારતભરમાં મોટુ જળ સંકટ આવી શકે છે. આ ચેતવણી ભયભીત કરે તેવી છે.

ભારત ઉપરાંત મોરક્કો, ઇરાક અને સ્પેનમાં મોટા જળ સંકટનો ખતરો મંડાયો છે. આ ચારેય દેશોમાં નળમાંથી પાણી ગાયબ થઇ શકે છે.

દુનિયાના પાંચ લાખ ડેમો પર નજર રાખનાર આધુનિક પ્રણાલી વિકસી છે. આ પ્રણાલી સર્જનાર કહે છે કે, ભારતમાં જળ સંકટ 'ડે-ઝીરો' સુધી પહોંચી શકે છે એટલે કે નળમાંથી પાણી ગાયબ થઇ શકે છે. અભ્યાસમાં જણાયું છે કે, નર્મદા નદી સાથે જોડાયેલ બે જળાશયોમાં જલ વિતરણ અંગે તનાવ પ્રવર્તે છે. મધ્યપ્રદેશમાં ઇન્દિરા સાગરનું પાણી ખૂબ નીચેના સ્તરે પહોંચી ગયું છે. આ માટે સરદાર સરોવરમાંથી પાણી લેવાશે તો સરોવરમાંથી ૩૦ કરોડ લોકોને પીવાનું પાણી વિતરણ થઇ રહ્યું છે.(૮. ૯)

(11:54 am IST)