Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

IIMની ફી ૧૭% સુધી વધી રૂ.૨૨ લાખે પહોંચી

ફુગાવો, ઉંચા પગાર અને વધતા ઈન્ફ્રાસ્ટ્રકચર ખર્ચનું કારણ આપ્યુ

આઈઆઈએમમાંથી શિક્ષણ મેળવવાનો ખર્ચ ચાલુ વર્ષથી વધી જવાનો છે. ફુગાવો, ઉંચા સંચાલકીય ખર્ચ, પગાર, ઈન્ફ્રાસ્ટ્રકચર ખર્ચનું કારણ આપીને લગભગ નવ આઈઆઈએમ ૨૦૧૮-'૨૦ની બેચ માટે ફીમાં પાંચથી ૧૭ ટકાનો વધારો કરી રહી છે. તેમાં બેંગ્લોર, કોલકતા અને અમદાવાદની આઈઆઈએમ ઉપરાંત રોહતક, ત્રીચી, ઉદયપુર, અમૃતસરની મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યુટ પણ સામેલ છે.(૩૭.૪)

(11:53 am IST)