Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

કોંગ્રેસ કાર્યકરોને પ્રિયંકાએ ધમકાવ્યાઃ આવું કરવા આવ્યા છો?

અડધી રાત્રે ધક્કા-મૂકીથી પ્રિયંકા ગાંધી ડરી ગયાઃ તેની પુત્રી રડવા લાગીઃ રોબર્ટ વાઢરા પણ ફસાઇ ગયા

નવી દિલ્હી તા. ૧૩ : રાહુલ ગાંધી દ્વારા ઇન્ડિયા ગેટ પર બોલાવવામાં આવેલી કેન્ડલ માર્ચ દરમિયાન પ્રિયંકા ગાંધીએ ભીડનો સામનો કરવો પડ્યો. માર્ચ દરમિયાન પ્રિયંકા ગાંધીની સાથે કોંગ્રેસી કાર્યકર્તાઓએ ધક્કા-મુક્કી કરી, ત્યારબાદ પ્રિયંકા કોંગ્રેસી કાર્યકર્તાઓ પર ભડકી.

માર્ચ દરમિયાન પ્રિયંકાને ચારે બાજુથી કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઘેરી લીધી હતી અને ભીડના કારણે એ બહાર નિકળી શકતી નહતી. ધક્કા-મુક્કી દરમિયાન એ ડરી ગઇ. વીડિયોમાં ડરેલી પ્રિયંકા કોણી મારીને આગળ વધતી જોવા મળી હતી.

એ દરમિયાન એની પુત્રી ભીડમાં ફસાઇ ગઇ હતી અને ડરીને રોવા લાગી હતી, ત્યારબાદ પ્રિયંકા બેરીકેડને ધક્કો આપતાં આગળ વધી અને પોતાની પુત્રીને ચુપ કરાવીને ગળે લગાડી અને ભીડમાંથી બહાર નિકાળી.

પ્રિયંકા કોંગ્રેસ કાર્યકર્તાઓ પર ભડકી અને કહ્યું કે તમે પોતાને પૂછો તમે અહીંયા શું કરવા આવ્યા છો અને શું કરી રહ્યા છો.

પ્રિયંકાએ જ નહીં પરંતુ રાહુલ ગાંધીએ પણ કોંગ્રેસ કાર્યકર્તાઓની ધક્કા મુક્કીનો સામનો કરવો પડ્યો હતો.એ દરમિયાન રોબર્ટ વાડ્રાએ કહ્યું કે આપણે બધા ભારતીય છે, આપણે બધા ફેરફાર ઇચ્છીએ છીએ કે આપણી મા, બહેન, પુત્રીઓ સુરક્ષિત મહેસૂસ કરે, આપણને એ લોકો માટે ન્યાય જોઇએ જેમનો રેપ થઇ રહ્યો છે.

(11:49 am IST)