Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

આમ્રપાલી ગ્રુપના બ્રાન્ડ અેમ્બેસેડર બનવા માટે રૂપિયા ૧પ૦ કરોડની ચૂકવણી ન કરતા મહેન્‍દ્ર સિંહ ધોનીઅે કોર્ટના દ્વાર ખખડાવ્યા

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્‍દ્ર સિંહ ધોનીઅે આમ્રપાલી ગ્રુપ પાસેથી ૧પ૦ કરોડની ઉઘરાણી ન આવતા કોર્ટમાં કેસ કર્યો છે.

ધોની સહિત કેટલાય ક્રિકેટર્સના એન્ડોર્સમેન્ટને સંભાળતી કંપની ઋતિ સ્પોર્ટ્સે વસૂલી માટે આમ્રપાલી વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં મામલો નોંધાવ્યો છે. ઋતિ સ્પોર્ટ્સના મેનેજિંગ ડાયરેક્ટર અરુણ પાંડેએ જણાવ્યું કે, ‘બ્રાન્ડિંગ અને માર્કેટિંગ એક્ટિવિટી માટે કંપનીએ અમને પૈસા નથી આપ્યા.પાંડેએ જણાવ્યું કે આમ્રપાલી ગ્રુપે ઋતિ સ્પોર્ટ્સને બાકી રહેતા 200 કરોડ નથી ચૂકવ્યા.

મહેન્દ્રસિંહ ધોની 6-7 વર્ષ માટે આમ્રપાલીના બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા હતા. આમ્રપાલીના હાઉસિંગ પ્રોજેક્ટ્સ પૂરા ન થવાથી નારાજ ખરીદદારોએ સોશિયલ મીડિયા પર ધોનીને ટાર્ગેટ કર્યો હતો, જે બાદ એમણે એપ્રિલ 2016માં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કંપની સાથે છેડા તોડી નાખ્યા હતા. હોમબયર્સે સોશિયલ મીડિયા દ્વારા ધોની પર દબાણ કર્યું હતું કે કાં તો તે આમ્રપાલીથી ખુદને અલગ કરી દે અથવા હાઉસિંગ પ્રોજેક્ટ્સ પૂરા કરાવવા માટે કંપની પર દબાણ કરે.

ભારતીય ટીમ વર્લ્ડકપ 2011 જીત્યા બાદ આમ્રપાલીએ ટીમ ઇન્ડિયાના દરેક સભ્યને નોઇડા સ્થિત ડ્રીમ વૈલી પ્રોજેક્ટમાં એક વિલા ગિફ્ટ કર્યો હતો. ધોનીને 1 કરોડની કિંમત વાળો અને બાકીના સભ્યોને 55 લાખની કિંમતવાળો વિલા ગિફ્ટ કર્યો હતો. આમ્રપાલી ગ્રુપે નોઇડા અને ગ્રેટર નોઇડામાં 10 હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં લગભગ 40,000 ફ્લેટની ડિલિવરી આપવાની છે.

કંપનીનું કહેવું છે કે રીયલ્ટી સેક્ટરમાં મંદીના કારણે વેચાણમાં ઘટાડો થયો છે જે કારણે તેમને પ્રોજેક્ટ પૂરો કરવામાં તકલીફ પડી રહી છે. ગયા વર્ષે બેંક ઑફ બરોડાએ આમ્રપાલી ગ્રુપ વિરુદ્ધ નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલમાં ઇન્સોલ્વન્સી માટે અરજી દાખલ કરી હતી. આ બાદ આમ્રપાલી ગ્રુપના પ્રોજેક્ટમાં અપાર્ટમેન્ટ ખરીદનાર લોકોએ પોતાના ઇન્વેસ્ટમેન્ટની સુરક્ષાની માગણી કરતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

(7:17 pm IST)