Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ઉદ્ધવ ઠાકરેને ફરી મોટો ઝટકો : ઠાકરેના નજીકના સહયોગી સુભાષ દેસાઈના પુત્ર ભૂષણ દેસાઈ શિંદે જૂથમાં સામેલ થયા

બાળાસાહેબ ભવનમાં મુખ્યપ્રધાન શિંદેની હાજરીમાં ભૂષણ દેસાઈની સાથે અનેક કાર્યકરો પણ જોડાયા

મુંબઈ : મહારાષ્ટ્ર્ના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને વધુ એક ફટકો પડ્યો છે,તેઓના નજીકના સહયોગી સુભાષ દેસાઈના પુત્ર ભૂષણ દેસાઈ શિંદે જૂથમાં પ્રવેશ કર્યો છે, ઉદ્ધવ ઠાકરે માટે મોટો ફટકો માનવામાં આવે છે. ભૂષણ દેસાઈ આજે શિંદે જૂથમાં જોડાયા છે .

ભૂષણ દેસાઈ આજે બાળાસાહેબ ભવનમાં મુખ્યપ્રધાન શિંદેની હાજરીમાં પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો,ભૂષણ દેસાઈની સાથે અનેક કાર્યકરો પણ જોડાયા હતા,અગાઉ  પણ શિવસેનાના ઘણા વફાદાર નેતાઓ શિંદે જૂથમાં જોડાઈ ચૂક્યા છે. શિંદે જૂથનું સમર્થન દિવસેને દિવસે વધી રહ્યું છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે સામેના પડકારો વધુ મુશ્કેલ બની રહ્યા છે.

(7:47 pm IST)