Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

વાયરલ ઇન્‍ફેકશનથી બચવા માટે ડાયેટમાં અજમો અને તુલસીના કાઢાનું સેવન કરવુ હિતાવહ

કાઢાના સેવનથી ડાઇજેશન સારૂ થાય અને ગેસની સમસ્‍યા દૂર થાય

નવી દિલ્‍હીઃ શરદીની મોસમ આવતા જ લોકો સતર્ક થઈ જાય છે. બદલતી ઋતુમાં લગભગ દરેક કોઈ વાયરસ ઈન્ફેક્શનથી પીડાય છે. બેવડી ઋતુ લોકોને હેરાન કરી મૂકે છે. આવામાં દરેક વ્યક્તિએ ખાણીપીણી પર વધારે ધ્યાન રાખવાની જરૂર હોય છે. જો તમે તમારા ડાયટમાં કેટલીક એવી વસ્તુઓને સામેલ કરશો, તો તમે આખું વર્ષ સ્વસ્થ રહી શકશો. વાયરલ ઈન્ફેક્શનથી બચવા માટે તમે તમારા ડાયટમાં અજમો અને તુલસીના કાઢાને સામેલ કરો.

આ કાઢો ન માત્ર વાયરલ ઈન્ફેક્શનથી તમને બચાવશે. પરંતું તમારું વજન ઘટાડવા પણ મદદ કરશે. આ કાઢો શરીરમાં મેટાબોલિઝમને બુસ્ટ કરશે. તે તમને શરદી-ખાંસીથી દૂર રાખવામાં મદદગાર બનશે. તો આવો જાણી લો કે કેવી રીતે આ કાઢાને બનાવશો. તેમજ તેના ફાયદા શું છે.  

તુલસી-અજમાના કાઢા પીવાના ફાયદા
- તુલસી-અજમાનો કાઢો મેટાબોલિઝમને બુસ્ટ કરે છે, સાથે જ શરીરને કુદરતી રીતે ડિટોક્સ પણ કરે છે
- આ કાઢાના સેવનથી ડાઈજેશન સારું થાય છે અને ગેસની સમસ્યા પણ દૂર થાય છે. તુલસી શરીરથી ટોક્સિક પદાર્થને બહાર કાઢીને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે
- અજમો શરીરની ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે. તુલસી એસિડિટી, પેટમાંની બળતરા દૂર કરીને શરીરના પીએચ લેવલને મેઈનટેઈન કરે છે.
- અજમામાં થાઈમોલ મળી આવે છે. જે કેલ્શિયમને હૃદયના બ્લડ વેસલ્સમાં જતા રોકે છે, અને બ્લડ પ્રેશરને કાબૂમાં રાખે છે. 

કેવી રીતે બનાવશો કાઢો
આ કાઢો બનાવવા માટે સૌથી પહેલા એક ચમચી અજમાને એક ગ્લાસ પાણીમાં નાંખીને રાતભર પલાળીને મૂકો. બીજા દિવસે સવારે 4 થી 5 તુલસીના પાનાને આ પાણીમાં મિક્સ કરીને ઉકાળો. પાણીને સારી રીતે ઉકાળ્યા બાદ પાણીને ભરો અને ચાની જેમ ચુસ્કી લઈને પીઓ. 

જો તમે વજન ઉતારવા માંગો છો તો રોજ સવારે ખાલી પેટે આ કાઢો પીઓ. જોકે, ધ્યાન રાખો કે, તેનુ સેવન લિમિટમાં કરો. તેનુ વધારે પડતુ સેવન તમને નુકસાન કરી શકે છે. 

(6:00 pm IST)