Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ભારતીય નેવીમાં ૨૦૦ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ઉમેરાશે

ચીન-પાકિસ્‍તાનના પગ ધ્રૂજવા લાગ્‍યા

 બ્રહ્મોસ મિસાઈલ ૨૦૦ કિલો વોરહેડ લઈ જઈ શકે છે : તેની ઝડપ ૪૩૨૧ કીમી પ્રતિ કલાક છે

  નવી દિલ્‍હી,તા.૧૩ : ભારતીય નૌકાદળ તેની ઘાતક ફાયરપાવરને વધુ વધારવા માટે ૨૦૦ થી વધુ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલોનો ઓર્ડર આપવા જઈ રહી છે. આ મિસાઈલોની કિંમત લગભગ ૨૦ હજાર કરોડ રૂપિયા છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભારતીય નૌકાદળ ટૂંક સમયમાં આ મિસાઈલોનો ઓર્ડર આપવા જઈ રહી છે. સંરક્ષણ મંત્રાલયમાં તે છેલ્લા તબક્કામાં છે અને ટૂંક સમયમાં સંરક્ષણ અધિગ્રહણ પરિષદની બેઠકમાં તેના પર ચર્ચા થવા જઈ રહી છે.

 યુદ્ધ જહાજથી છોડવામાં આવેલ બ્રહ્મોસ મિસાઈલ 200KG વોરહેડ લઈ જઈ શકે છે. આ મિસાઈલની ઝડપ ૪૩૨૧ ધ્‍પ્‍ -તિ કલાક છે. તેમાં બે તબક્કાની -ોપલ્‍શન સિસ્‍ટમ છે. પ્રથમ ઘન અને બીજું પ્રવાહી. બીજા તબક્કામાં રામજેટ એન્‍જિન છે. જે તેને સુપરસોનિક સ્‍પીડ આપે છે. ઇંધણનો વપરાશ પણ ઘટાડે છે. બ્રહ્મોસ મિસાઈલ દુશ્‍મનને દેખાતી નથી બ્રહ્મોસ મિસાઈલ હવામાં જ રસ્‍તો બદલવામાં સક્ષમ છે.

 તે ૧૦ મીટરની ઊંચાઈએ ઉડવા માટે સક્ષમ છે, જેનો અર્થ છે કે દુશ્‍મનના રડાર તેને જોઈ શકશે નહીં. તે કોઈપણ મિસાઈલ ડિટેક્‍શન સિસ્‍ટમને છેતરી શકે છે. એન્‍ટી એર મિસાઈલ સિસ્‍ટમથી તેને છોડવી મુશ્‍કેલ છે. બ્રહ્મોસ મિસાઈલ અમેરિકાની ટોમાહોક મિસાઈલ કરતા બમણી ઝડપે ઉડે છે.

 ભારતીય નૌકાદળે પ્રથમ વખત સ્‍વદેશી બનાવટની સીકર અને બૂસ્‍ટરથી સજ્જ બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. બંને સાધનોની ડિઝાઇન ડીઆરડીઓ દ્વારા કરવામાં આવી છે. દેશમાં આ બંને સાધનો વિકસાવવાથી ઘણા પૈસાની બચત થશે. કારણ કે અત્‍યાર સુધી તેઓ રશિયાથી આયાત કરવામાં આવતા હતા. પરંતુ આ આત્‍મનિર્ભર ભારત યોજના હેઠળ બનેલા સાધનો છે.

 ભારતીય નૌકાદળે વિનાશક INS રણવીર - INS રણવિજયમાં ૮ બ્રહ્મોસ મિસાઇલ સાથેનું લોન્‍ચર સ્‍થાપિત કર્યું છે. આ સિવાય તલવાર ક્‍લાસ ફ્રિગેટ INS તેગ, INS તરકશ અને INS ત્રિકંડમાં ૮ બ્રહ્મોસ મિસાઇલ સાથેનું લોન્‍ચર તૈનાત છે. શિવાલિક ક્‍લાસ ફ્રિગેટમાં બ્રહ્મોસ મિસાઈલ પણ ફીટ કરવામાં આવી છે. તે કોલકાતા ક્‍લાસ ડિસ્‍ટ્રોયરમાં પણ તૈનાત છે. INS વિશાખાપટ્ટનમ ખાતે સફળ પરીક્ષણ કરવામાં આવ્‍યું છે. આ પછી, ભારતીય નૌકાદળ આ મિસાઇલને નીલગિરી ક્‍લાસ ફ્રિગેટમાં પણ તૈનાત કરશે.

(4:25 pm IST)