Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

દુનિયા વર્ષો સુધી નાટુ નાટુને યાદ રાખશેઃનરેન્‍દ્રભાઈ

વડાપ્રધાને ટ્‍વિટ કરીને ઓસ્‍કાર વિજેતા RRR અને ‘ધ એલિફન્‍ટ વ્‍હીસ્‍પર્સ'ના નિર્માતાઓને અભિનંદન પાઠવ્‍યા

નવી દિલ્‍હી,તા. ૧૩: ભારતની RRR ફિલ્‍મનું ગીત નાટુ નાટુએ એકેડેમી એવોર્ડ્‍સમાં શ્રેષ્ઠ ઓરિજીનલ ગીતની શ્રેણીમાં ઓસ્‍કાર જીતીને ઈતિહાસ રચ્‍યો છે. તે જ સમયે, ભારતીય ફિલ્‍મ The Elephant Whisperers એ સમારોહમાં શ્રેષ્ઠ ડોક્‍યુમેન્‍ટરી શોર્ટ ફિલ્‍મનો એવોર્ડ જીત્‍યો છે. આ પુરસ્‍કાર બાદ ભારતમાં ઉજવણીનો માહોલ છે.

ત્‍યારે આ બધાની વચ્‍ચે હવે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ટ્‍વિટ કરીને RRR અને ‘ધ એલિફન્‍ટ વ્‍હીસ્‍પર્સ'ના નિર્માતાઓને અભિનંદન પાઠવ્‍યા છે. પીએમએ કહ્યું હતુ કે અસાધારણ! ‘નાટુ નાટુ'ની લોકપ્રિયતા વૈશ્વિક છે. આ એક એવું ગીત છે જે આવનારા વર્ષો સુધી યાદ રહેશે. આ પ્રતિષ્ઠિત સન્‍માન માટે એમએમ કીરવાણી અને ચંદ્રબોઝ સહિત સમગ્ર ટીમને અભિનંદન. ભારત ઉત્‍સાહિત અને ગર્વ અનુભવે છે.

આ એવોર્ડને લઈને વાત કરીએ તો જે ક્ષણની ચાહકો એક વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. તે ક્ષણ આજે આવી ગયો અને ભારતે એક નહીં પણ બે ઓસ્‍કાર એવોર્ડ્‍સ મેળવ્‍યા છે. ઓસ્‍કાર ૨૦૨૩ જેમાં ભારતની ય્‍ય્‍ય્‍ ફિલ્‍મનું નાટુ-નાટુ ગીત પણ બેસ્‍ટ સોંગ કેટેગરીમાં નોમિનેટ થયું હતુ અને આ ગીતને તેનો પ્રથમ ગોલ્‍ડન ગ્‍લોબ એવોર્ડ આપવામાં આવ્‍યો છે. જેના કારણે દરેકને આશા હતી કે આ ગીત પણ ઓસ્‍કાર એવોર્ડ જીતશે અને તે આશાની આજે જીત થઈ છે.

આ પહેલા ફિલ્‍મ સાથે જોડાયેલા લોકો અમેરિકામાં ફિલ્‍મનું પ્રમોશન કરતા જોવા મળ્‍યા હતા. તેમાં રામ ચરણ, જુનિયર એનટીઆર અને એસએસ રાજામૌલીનો સમાવેશ થાય છે. હવે એ સમય આવી ગયો છે કે જયારે આ ગીત પણ ગોલ્‍ડન ગ્‍લોબ્‍સની જેમ જ ઓસ્‍કાર એવોર્ડ જીતીને ઈતિહાસ રચવામાં સફળતા મળી છે.

(4:11 pm IST)