Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

કોરાનાના ૪૪૪ નવા કેસોઃ એકનું મોત

નવી દિલ્‍હી, તા.૧૩: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૪૪ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૨૨૦.૬૪ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂકયા છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૪૬,૯૦,૯૩૬ કરોડ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે, એમ મંત્રાલયે જણાવ્‍યું હતું.

દેશમાં અત્‍યાર સુધી ૫,૩૦,૭૮૨ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૪૧,૫૬,૩૪૫ લોકો માત આપી ચૂકયા છે. પાછલા ૨૪ કલાકમાં ૨૫૨ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્‍યા ૩૮૦૯એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શકયતા ૦.૦૧ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૮૧ ટકાએ છે, જ્‍યારે મળત્‍યુદર ઘટીને ૧.૧૯ ટકા થયો છે, એમ આરોગ્‍ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૪૪,૮૪૬ લોકોનાં સેમ્‍પલનાં ટેસ્‍ટિંગ થયાં છે. દેશમાં અત્‍યાર સુધી ૯૧.૯૭ કરોડ કોરોનાના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૦૮ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૦.૯ ટકા છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૨,૨૦,૬૪,૫૫,૮૪૧ કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૧૨૮૭ લોકોને રસી આપવામાં આવી હતી.

(3:54 pm IST)