Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

હાશ... ગરમીમાં વીજસંકટ ઉભુ નહીં થાયઃ કોલસા અને ગેસના તમામ પ્‍લાન્‍ટ ધમધમશે

એપ્રિલમાં દેશમાં ૨૨૯ ગિગાવોટ વીજળીની જરૂર પડશે : દર વર્ષે માંગમાં ૧૦ ટકાનો વધારો : કેન્‍દ્ર સરકારે મહત્‍વના પગલાં ભર્યા

નવી દિલ્‍હી તા. ૧૩ :  ગરમીઓમાં વીજળી સંકટથી નિપટવા માટે કેન્‍દ્ર સરકારે અત્‍યારથી જ મહત્‍વના પગલાંઓ ભરવાનું શરૂ કર્યું છે. કેન્‍દ્રીય ઉર્જા મંત્રાલયે વીજળીની વધતી માંગને પૂર્ણ કરવા માટે રેલવે, કોલસો અને નવીનીકરણીયની સાથે તૈયારીઓᅠશરૂ કરી દીધી છે. તેની સાથે જ દરેક સંયત્રોને પુરી ક્ષમતાથી ચલાવાના આદેશ આપવામાં આવ્‍યા છે. વીજળીની માંગને પૂર્ણ કરવા માટે કોલસો અને ગેસના દરેક સંયત્રોને ચલાવામાં આવશે.ᅠᅠ

હવામાન વિભાગે એપ્રિલ અને મેમાં રેકોર્ડબ્રેક ગરમી પડવાનો દાવો કર્યો છે. આ દરમ્‍યાનᅠવીજળીની માંગ પણ ચરમ પર પહોંચવાની સંભાવના છે. કેન્‍દ્રીય વિદ્યુત પ્રાધિકરણના કહ્યા મુજબ, એપ્રિલમાં વીજળીની સર્વાધિક માંગ ૨૨૦ ગિગાવોટ સુધી પહોંચી જાય છે. દર વર્ષે ગરમીમાંᅠવીજળીની માંગ અત્‍યંત રહે છે. તેમાં દર વર્ષે ૧૦ ટકાનોᅠવધારો જોવા મળે છે. વર્તમાનમાં ૨૧૦ ગીગાવોટ વીજળીની માંગ છે. ઉર્જા મંત્રી આર.કે.સિંહે વીજળીની કંપનીઓને આદેશ આપ્‍યા કે ગરમીના મહિનાઓમાં લોડ શેડિંગ હોવી જોઈએ નહીં.ᅠᅠᅠ ᅠ

રેલ મંત્રાલયેᅠસીઆઇએલ, જીએસએસ અને તેમનાᅠનેતૃત્‍વ હેઠળની કોલસાની વિવિધ સહાયક કંપનીઓને ૪૧૮ રેક ઉપલબ્‍ધ કરવા અંગેની મંજરીᅠઆપી છે. રેલ મંત્રાલયેᅠકહ્યું છે કે જરૂર થવા પર રેકોની સંખ્‍યા વધારવામાં આવશે. જો કે વીજળી સંયત્રોમાં પર્યાપ્ત સ્‍ટોક રાખી શકાય. રેલવેએ ગયા વર્ષના ૩૪૪ રેક પ્રતીદીનનીᅠસરખામણીએ ૪૦૮ રેક પ્રતિદિન આપવાનું શરૂ કર્યું છે. ફેબ્રુઆરી -૨૦૨૨માં ૩૯૯ રેક પ્રતિદિનની સરખામણીએ ફેબ્રુઆરી -૨૦૨૩માં વીજળી સંયત્રોᅠમાટે પ્રતિદિન ૪૨૬.૩ રેક મોકલવામાં આવી.ᅠ ᅠ

ઉર્જા મંત્રાલય મુજબ વીજળીની માંગનેᅠપૂર્ણ કરવા માટે ગેસ આધારિત સંયંત્રોનો ઉપયોગ થશે.મંત્રાલયે એનટીપીસીનેᅠએપ્રિલ-મેમાં ૫૦૦૦ મેગાવોટવાળાᅠગેસ આધારિત વીજળી સંયંત્ર ચાલુ કકરવા માટે કહ્યું છે. આ ઉપરાંત અન્‍ય સંસ્‍થાન પણ ૪૦૦૦ મેગાવોટ વીજળીનો ગેસ આધારિત સંયંત્રોᅠદ્વારા ઉત્‍પાદન કરશે.

દેશભરમાં એપ્રિલમાં તાપમાનમાં વધારો થાય છે. તેનાથી વીજળીની માંગ ઉચ્‍ચતમ સ્‍તર પર પછી જાય છે. ત્‍યારબાદ દેશના દક્ષિણી ભાગથીᅠમોનસુન પ્રવેશ કરવા લાગે છે. આવતા ત્રણ ચાર મહિનામાં દેશભરમાં મોનસુન છવાય જાય છે. મોનસુનᅠઆવતાની સાથે જ વીજળીની માંગ ઓછી થવા લાગે છે.

(11:13 am IST)