Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ટ્રેનના ટોઈલેટમાં પાણી નથી.. સીટ પર દબાવીને બેઠો છું: શું કરું? શખ્‍સે કરી રેલવેને ફરિયાદ

એક પ્રવાસીએ પોતાની આ મુશ્‍કેલી સોશ્‍યલ મીડિયા પર શેર કરી

નવી દિલ્‍હી,તા. ૧૩: ભારતીય ટ્રેનોમાં ઘણીવાર લાંબા અંતરની પેસેન્‍જર ટ્રેનોમાં પાણી ખતમ થવાની સમસ્‍યા પ્રવાસીઓ સારી રીતે જાણે છે. યૂપી બિહાર રૂટ પર ચાલનારી ટ્રેનમાં આવી મુશ્‍કેલી મોટાભાગે જોવા મળી છે. પ્રવાસ દરમિયાન ટોઈલટમાં પાણી ખતમ થવું આખી ટ્રીપનો આનંદ બગાડી દે છે. લાખો ફરિયાદો છતાં આ સમસ્‍યા જેમની તેમ જળવાયેલી છે, જો કે એક પ્રવાસીએ પોતાની આ મુશ્‍કેલી સોશિયલ મીડિયા પર શેર કરી દીધી. ટ્‍વિટર યૂઝર અરુણે ટ્‍વીટ કરીને ભારતીય રેલવેને આ વાતની ફરિયાદ કરી દીધી.

સોશિયલ મીડિયા પર ક્‍યારે, શું વાયરલ થઈ જાય તે કહી શકાતું નથી. હવે અરુણ નામના આ શખ્‍સને જુઓ. જેણે ટ્રેનની મુસાફરી દરમિયાન એવી ફરિયાદ કરી કે તેનું ટ્‍વીટ વાયરલ થઈ ગયું. યૂઝર્સ તેની ફરિયાદ અને તકલીફનો પણ આનંદ લેવા માંડ્‍યા છે. લોકો રેલવે જ નહીં WHO અને UN સુધી તેમની ફરિયાદ લઈ જવાની વાતો કરવા માંડ્‍યા. જાણો શું છે આખી ઘટના...

હકિકતે, શરૂઆત થઈ ટ્‍વિટર યૂઝર અરુણ (@ArunAru77446229)ના એક ફરિયાદી ટ્‍વીટ દ્વારા, જેમાં તેણે ટ્રેનના ટોઈલેટમાં પાણી ન આવવાની ફરિયાદ કરી છે. તેણે કહ્યું કે ટોઈલેટમાં પાણી નથી આવી રહ્યું. સીટ પર રોકીને બેઠો છું. શું કરું?

અરુણના આ ટ્‍વીટ પર રેલવે સેવાએ જવાબ આપતા પ્રવાસની માહિતી માગી, જેથી ફરિયાદનો ઉકેલ લાવી શકાય. જેના પછી અરુણે વધુ એક ટ્‍વીટ કરીને ઈન્‍ડિયન રેલવેનો આભાર માન્‍યો.

અરુણે પોચાના ટ્‍વીટમાં લખ્‍યું -  પદ્માવત એક્‍સપ્રેસ (૧૪૨૦૭)માં પ્રવાસ કરી રહ્યો છું. ટોઈલેટ ગયો તો ત્‍યાં પાણી નથી આવતું. હવે હું શું કરું. પાછો આવી ગયો અને સીટ પર રોકીને બેઠો છું. ટ્રેન પણ ૨ કલાક મોડી ચાલી રહી છે.

આ મામલે રેલવે સેવાએ જવાબ આપ્‍યો છે - અસુવિધા માટે દુઃખ છે. અમે તમને અરજી કરીએ છીએ કે મહેરબાની કરી મુસાફરીની માહિતી (પીએનઆર/યૂટીએસ નંબર) અને મોબાઈલ નંબર વૈકલ્‍પિક રીતે DMના માધ્‍યમે અમારી સાથે શેર કરો.

જોત જોતામાં જ અરુણનો આ ફરિયાદ કરતો ટ્‍વીટ વાયરલ થઈ ગયો. સેંકડો લોકોએ તેમના ટ્‍વીટ પર પ્રતિક્રિયા આપી છે. ભલે ટ્‍વિટર પર અરુણના માત્ર ૧૯ ફોલોઅર્સ છે પણ તેના આ ટ્‍વીટને અઢી લાખથી વધારે વ્‍યૂઝ મળી ચૂક્‍યા છે. અનેક યૂઝર્સે તેને સેલ્‍ફ મેડ સેલિબ્રિટી કહ્યો છે.

પ્રવાસીના આ ટ્‍વીટ પર ભારતીય રેલવેનો જવાબ આવ્‍યો છે જયાં તેને અસુવિધા માટે દુઃખ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છે. રેલવેએ તેમની પાસેથી જરૂરી માહિતી શેર કરવા માટે પણ કહ્યું. જો કે બીજા ટ્‍વીટમાં ભારતીય રેલવે તરફથી મળેલી મદદ માટે તેણે આભાર પણ માન્‍યો છે. આ દરમિયાન અનેક ટ્‍વિટર યૂઝર્સ અરુણની સમસ્‍યા પર માનવ અધિકાર આયોગ અને વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગનાઈઝેશનને ટેગ કરી દીધો. એક યૂઝરે લખ્‍યું, ‘ખૂબજ સંકટનો સમય છે અરુણજી માટે, હું તેમના ધૈર્યની દાદ આપું છું.'

(10:49 am IST)