Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

મહિલાઓના સ્‍કર્ટ પહેરીને ઓફિસે જાય છે ૩ બાળકોનો પિતા

પુરૂષો હોવા છતાં પણ તેને મહિલાના કપડાં ખૂબ પસંદ આવે છે

બર્લિન તા. ૧૩ : એવુ નથી કે આ શખ્‍સ કોઈ ફેશન ઈંડસ્‍ટ્રીઝમાં કામ કરે છે, તે વ્‍યવસાયે રોબોટિક્‍સ એન્‍જીિનયર છે અને તેણે પોતાનો ડ્રેસ કોડ એવો બનાવી રાખ્‍યો છે. આપ કોઈ પણ જગ્‍યાએ જોશો, મહિલાઓવાળા કોર્પોરેટ સૂટથી લઈને મિની સ્‍કર્ટ્‍સ સુધીમાં તે દેખાશે.

માણસ શું છે પહેરે છે અને શું નથી પહેરતો, એ તેની પસંદગીનો વિષય છે. મતલબ લોકો મહિલાના વષાો પર મોટા ભાગે કમેન્‍ટ કરતા હોય છે અને તેમને સલાહ આપતા હોય છે કે, કપડા કેવી રીતે પહેરવા જોઈએ. પણ કપડાને લઈને દરેક વ્‍યક્‍તિ પોતાની પસંદ-નાપસંદ રાખતા હોય છે. હવે એક અમેરિકન શખ્‍સને જ લઈ લો. જે પુરૂષો હોવા છતાં પણ તેને મહિલાના કપડાં ખૂબ પસંદ આવે છે.

અમેરિકાના ટેક્‍સાસનો મૂળ નિવાસી માર્ક જર્મનીમાં રહે છે અને તે વ્‍યવસાયે રોબોટિક એન્‍જીિનયર છે, તે પોતાની ઓફિસે આવા જ કપડા પહેરીને જાય છે. તેનું કહેવું છે કે, તે કપડામાં કોઈ જેન્‍ડર જોતો નથી. એક જેવા કપડા પહેરીને તે કંટાળી ગયો અને પછી આવું એક્‍સપેરિમેન્‍ટ શરૂ કર્યું.

૬૩ વર્ષના આ શખ્‍સનું નામ માર્ક બ્રાયન છે, તે પોતાની સ્‍ટાઈલ સ્‍ટેટમેન્‍ટના કારણે ચર્ચામાં છે. જો મહિલા પેન્‍ટ સૂટ પહેરી શકે તો, માર્ક પણ ગમે ત્‍યાં મહિલાઓના સ્‍કર્ટ અને ફુટવિયર તરીકે હાઈ હીલ્‍સ પહેરીને નીકળી પડે છે.

પોતાની પત્‍ની સાથે શોપિંગ કરતી વખતે તેને આ પ્રકારના કપડાની સમજ આવવા લાગી. ૨૦ વર્ષ સુધી એક જ પ્રકારના કપડા પહેરીને થાકી ચુકેલા માર્કે પોતાની સ્‍ટાઈલ બદલી અને વર્ષ ૨૦૧૫માં તેણે હાઈ હીલ્‍સ પહેરવાનું શરૂ કર્યું. જો કે, લોકોએ ઓફિસમાં તેની મજાક ઉડાવી અને અમુક લોકોએ તો તેને સમલૈંગિક પણ કહ્યો.

એક સફળ લગ્ન અને ૩ બાળકોના પિતા બની ચુકેલા માર્કનું સ્‍પષ્ટ કહેવું છે કે, કપડાના કોઈ જેન્‍ડર હોતા નથી. તેને જે પણ પહેરવાનું સારૂ લાગે છે તે, પહેરી શકે છે. તેની પત્‍નીને પણ પોતાના પતિની આવી અતરંગી સ્‍ટાઈલ સામે કોઈ વાંધો નથી.

છેલ્લા પાંચ વર્ષથી તે ઓફિસ જતી વખતે સ્‍કર્ટ અને હીલ્‍સ પહેરીને જાય છે. માર્ક જણાવે છે કે, કોલેજના સમયથી જ પોતાની સ્‍ટાઈલમાં ચેન્‍જ લાવવાનું વિચારતો હતો. તે પહેલા હાઈ હીલ્‍સ જાહેરમાં નહોતો પહેરતો, પણ રૂમમાં પહેરીને જોયું. તેનું કહેવું છે કે, હીલ્‍સ પહેરવાથી તેનામાં કોન્‍ફીડેન્‍સ આવ્‍યો. તે મેન સ્‍ટાઈલના ટોપ્‍સની સાથે ફીમેલ સ્‍કર્ટ્‍સને કૈરી કરે છે.

છ ફુટની હાઈટ સાથે તેની આ સ્‍ટાઈલ જોવામાં ખૂબ જ ઈમ્‍પ્રેસિવ લાગે છે. માર્ક ફક્‍ત ફુટબોલ પિચ પર સામાન્‍ય બૂટ કે કપડામાં રહે છે, કારણ કે ત્‍યાં તેની જરૂર પડતી નથી. લોકો તેને ઘણી વાર વિચિત્ર નજરે જુએ છે, પણ માર્કનું કહેવું છે કે, તે એવી ઉંમરમાં છે, જયાં તેને આવી બધી વાતોથી કોઈ ફરક પડતો નથી.

(10:40 am IST)