Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

દારૂની નીતિમાં આગામી ધરપકડ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની થશેઃ 200 કરોડના ઠગ મામલે જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે પટિયાલા હાઉસ કોર્ટમાં અરવિંદ કેજરીવાલ વિરૂધ્‍ધ મોટુ નિવેદન આપ્‍યુ

નવી દિલ્‍હીઃ  200 કરોડના ઠગ મામલે જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખર અવારનવાર ચર્ચામાં છે. સુકેશ ચંદ્રશેખરને શુક્રવારે (10 ફેબ્રુઆરી) પટિયાલા હાઉસ કોર્ટમાં પેશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેને અરવિંદ કેજરીવાલ સંબંધિત મોટું નિવેદન આપ્યું છે.

સુકેશ ચંદ્રશેખરે પટિયાલા કોર્ટમાં નિવેદન આપ્યું કે, લિકર પોલિસીમાં હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થશે. જ્યારે સુકેશને મનીષ સિસોદિયાની ધરપકડ અંગે પૂછતા તેના જવાબમાં તેણે કહ્યું કે, કેજરીવાલ વઝીર છે, તે પોતાનું કામ સારી રીતે નિભાવે છે. હું દરેકનો પર્દાફાશ કરીશે. દારૂની નીતિને ટાળતા સુકેશે કહ્યું કે દારૂની નીતિના મામલે વધુ ધરપકડ થશે અને તેને આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી.

આ પછી એક્ટર અને ફિલ્મ વિવેચક કમલ રાશિદ ખાને કહ્યું કે, સુકેશ ચંદ્રશેખર ચર્ચામાં રહેવા માટે કંઇ પણ કરી શકે છે. કેઆરકેએ આ વીડિયો ટ્વિટર પર શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, મહાઠગ સુકેશ ચંદ્રશેખરને સારી રીતે ખબર છે કે ચર્ચામાં કંઇ રીતે રહેવું. એટલે તે અરવિંદ કેજરીવાલ અને જેકલિન ફર્નાન્ડીસનું વારંવાર નામ લે છે. સુકેશ ચંદ્રશેખરે વેલેન્ટાઇન ડે પર જેકલિનને પત્ર લખ્યો હતો. જેમાં તેણે જેકલિનને ઘણા વચન આપ્યા હતા.

સુકેશ ચંદ્રશેખર પર મની લોન્ડરિંગના જુદા જુદા કેસ નોંધાયેલા છે અને તે હાલ જેલમાં છે. ચંદ્રશેખર અને તેની અભિનેત્રી પત્ની લીના મારિયા પોલ બંનેની દિલ્હી પોલીસે સપ્ટેમ્બર 2022માં છેતરપિંડીના કેસમાં કથિત ભૂમિકા બદલ ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસ અને ઈડીની ઈકોનોમિક ઓફેન્સ વિંગની તપાસ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી અને અન્ય ઘણા લોકોના નામ સામે આવ્યા હતા.

મની લોન્ડરિંગનો એક કેસ 2017ના એક કેસની દિલ્હી પોલીસની તપાસ સાથે સંબંધિત છે જેમાં આરોપ છે કે સુકેશ ચંદ્રશેખરે તમિલનાડુની ચૂંટણીને મંજૂરી આપવા માટે ચૂંટણી પંચના અધિકારીઓને લાંચ આપવા માટે એઆઇએડીએમકેના ભૂતપૂર્વ નેતા ટીટીવી ધિનાકરન પાસેથી નાણાં મેળવ્યા હતા. ના. શહેર વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીમાં વીકે શશિકલા જૂથ માટે એઆઇએડીએમકેનું બે પાંદડા ચૂંટણી ચિન્હ મળી શકે છે.

(12:00 am IST)