Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

કોંગ્રેસ અધ્યક્ષે આનંદ શર્માની નિવૃત્તિ અને રાજીવ સાતવના નિધન બાદ ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે કોંગ્રેસે પ્રમોદ તિવારીને રાજ્યસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર તરીકે તથા રજની પાટીલને વ્હીપ તરીકે નિયુક્ત કર્યા

પ્રમોદ તિવારી ત્રણ વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. તેઓ ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે, જ્યારે રજની પાટીલને મહારાષ્ટ્રમાંથી બીજી વખત રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે.

નવી દિલ્‍હીઃ કોંગ્રેસે પ્રમોદ તિવારીને રાજ્યસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે રજની પાટીલને વ્હીપ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. કોંગ્રેસે શનિવારે રાજ્યસભામાં પ્રમોદ તિવારીની ઉપનેતા તરીકે અને રજની પાટિલની વ્હીપ તરીકે નિમણૂકને મંજૂરી આપી હતી.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોમ્યુનિકેશન્સના પ્રભારી મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું કે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રમોદ તિવારીની રાજ્યસભાના ઉપનેતા તરીકે નિમણૂકને મંજૂરી આપી દીધી છે, જ્યારે રજની પાટિલને વ્હીપ તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂંકો અંગે રાજ્યસભાના અધ્યક્ષને જાણ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, કોંગ્રેસ અધ્યક્ષે આનંદ શર્માની નિવૃત્તિ અને રાજીવ સાતવના નિધન બાદ ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે નિમણૂકો કરી છે. આ નિમણૂંકો અંગેનો પત્ર રાજ્યસભાના અધ્યક્ષને મોકલવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે પ્રમોદ તિવારી ત્રણ વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. તેઓ ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે, જ્યારે રજની પાટીલને મહારાષ્ટ્રમાંથી બીજી વખત રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે.

(12:00 am IST)