Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

બનાસકાંઠામાં પાંચ દિવસ બાદ ફરી વાતાવરણમાં પલટો લાખણી, થરાદ, કાંકરેજ, ભાભર સહિતના તાલુકામાં વાદળછાયુ વાતાવરણ

વાદળછાયા વાતાવરણને પગલે, તમાકુ, રાજગરો, જીરું જેવા પાકની કાપણી કરતા ખેડૂતો ચિંતિત બન્યા

બનાસકાંઠામાં પાંચ દિવસ બાદ ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે. પાંચ દિવસ પહેલા વરસેલા કમોસમી વરસાદ બાદ આજે ફરી વાતવરણ વાદળછાયુ બન્યુ છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી, થરાદ, કાંકરેજ, ભાભર સહિતના તાલુકામાં સવારથી વાદળછાયુ વાતાવરણ રહ્યું છે. વાદળછાયા વાતાવરણને પગલે, તમાકુ, રાજગરો, જીરું જેવા પાકની કાપણી કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

(9:18 pm IST)