Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

કેવા હોય છે કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિના ફેફસા? : પહેલી વખત બહાર આવી 3D ઈમેજ

નોર્થ અમેરિકાએ કોરોના વાયરસથી પ્રભાવિત ફેફસાની 3D તસ્વીર જાહેર કરી

નવી દિલ્હી : કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવ્યો છે  આ ખતરનાક વાયરસની રસી શોધવામાં દુનિયાભરના વૈજ્ઞાનિકો દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આ સમયે રેડિયોલોજીકલ સોસાઈટી ઓફ નોર્થ અમેરિકાએ કોરોના વાયરસથી પ્રભાવિત ફેફસાની 3D તસ્વીર જાહેર કરી છે. આ તસ્વીરમાં જોઈ શકાય છે કે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના ફેફસા ચીકણા અને ઘટ્ટ મ્યુકસથી ભરાઈ જાય છે.

આ કારણે પીડિત વ્યક્તિને શ્વાસ લેવામાં પરેશાની થાય છે. તમને જણાવી દઈએ કે કોરોનાના વાયરસ માનવ શરીરમાં સૌથી પહેલા શ્વાસ તંત્રને જ સંક્રમિત કરે છે. જેમાં ફેફસાનું સંક્રમણ પહેલું સ્ટેજ છે. આ 3D ઈમેજના બન્યા બાદ ડોક્ટર એક્સ-રે અને સીટી સ્કેનથી એવા દર્દીઓની ખૂબ જલ્દી ઓળખ કરી શકશે જે ગંભીર રીતે સંક્રમિત છે. ત્યાર બાદ તેવા દર્દીઓને તરત એકાંત વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવશે.

(1:43 pm IST)