Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર :યુપીના વધુ 16 અને મહારાષ્ટ્ર્ના 5 સહીત 21 ઉમેદવારોની યાદી

સપા વિરુદ્ધ ઉતાર્યો ઉમેદવાર : મુંબઈ નોર્થ સેન્ટ્રલમાંથી પ્રિયદત :સોલાપુરમાં સુશીલકુમાર શિંદે,મોરાદાબાદમાંથી રાજ બબ્બને ટિકિટ અપાઈ

નવી દિલ્હી :લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી છે કોંગ્રેસે પોતાના 21 ઉમેદવારોનું બીજુ લીસ્ટ જાહેર કર્યું છે. જેમાં કોંગ્રેસે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર બિંદ વિરુદ્ધ લલિતેશ પતિ ત્રિપાઠીને મેદાનમાં ઉતાર્યા છે.

    કોંગ્રેસે લોકસભા ચૂંટણીના પોતાના ઉમેદવારોનું બીજુ લીસ્ટ જાહેર કર્યું છે. આ લીસ્ટમાં કોંગ્રેસે 21 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસની બીજી યાદીમાં પાંચ મહારાષ્ટ્રના 16 ઉત્તર પ્રદેશના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

1 નાના પટોલે - નાગપુર

2. ડો. નામદેવ દાલુજી ઉસેન્દી - ગઢચીરોલી, ચીમુર
3. પ્રિયા દત્ત - મુંબઈ નોર્થ-સેન્ટ્રલ
4. મિલિન્દ મુરલી ડીઓરા - મુંબઈ સાઉથ

5. સુશિલ કુમાર એસ શિન્દે - સોલાપુર

16 - ઉમેદવાર ઉત્તર પ્રદેશના
1. ઓમવતી દેવી જાતવ - નગીના
2. રાજ બબ્બર - મોરાદાબાદ
3. ઝફર અલી નકવી - ખેરી
4. કૈસર જહાન - સીતાપુર
5. મંજરી રાહી - મિસ્રીક
6. રામશંકર ભાર્ગવ - મોહનલાલગંજ
7. સંજય સિંગ - સુલતાનપુર
8. રત્ન સિંગ - પ્રતાપગઢ
9. શ્રીપ્રકાશ જયસ્વાલ - કાનપુર
10. રાકેશ સચાન - ફતેપુર
11. સાવિત્રી ફૂલે - બહરૈચ
12. પરવેઝ ખાન - સંત કબિર નગર
13. કુશ સૌરભ - બંસગાંવ
14. પંકજ મોહન શંકર - લાલગંજ
15. લલીતેષ પતિ ત્રિપાઠી - મિરઝાપુર
16. ભગવતિ પ્રસાદ ચૌધરી - રોબેત્સર્ગંજ


તો જોઈએ બીજી યાદીમાં કોણ કઈં બેઠક પરથી ચૂંટણી જંગમાં જંપલાવશે

(10:32 pm IST)