Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

કોઇ જ રાજ્યમાં કોંગ્રેસ સાથે જોડાણ કરાશે નહીં

વિપક્ષી ગઠબંધનને મોટો ફટકો

નવીદિલ્હી, તા. ૧૨ : લોકસભાની ચૂંટણીમાં શાસક ભાજપ સામે લડવા માટે મહાગઠબંધન બનાવવાના પ્રયાસોને આજે મોટો ફટકો પડ્યો હતો. બહુજન સમાજ પાર્ટીએ આજે સ્પષ્ટતા કરી હતી કે, કોંગ્રેસ સાથે કોઇ રાજ્યમાં ચૂંટણી જોડાણ કરવામાં આવશે નહીં. ૧૧મી એપ્રિલથી લોકસભા ચૂંટણી માટેની પ્રક્રિયા શરૂ થઇ રહી છે. એક નિવેદનમાં બસપના વડા માયાવતીએ કહ્યું હતું કે, બહુજન સમાજ પાર્ટી કોઇપણ રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી સાથે જોડાણ કરનાર નથી. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે ચૂંટણી પહેલાના ગઠબંધનનો ઉલ્લેખ કરતા માયાવતીએ કહ્યું હતું કે, આ ગઠબંધન પારસ્પરિક માન સન્માન અને ઇમાનદારીના ઇરાદા ઉપર આધારિત છે. ભાજપને ઉત્તરપ્રદેશમાં હાર આપવા માટે આ ગઠબંધન સંપૂર્ણપણે આદર્શ છે. તેમાં તમામ રણનીતિને લાગૂ કરવામાં આવી રહી છે. આ ગઠબંધન સંપૂર્ણ સફળ રહેશે.

 

(12:00 am IST)