Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

સ્માર્ટ ફોનથી સસ્તુ શાઓમીનું ટીવી બજારમાં:ઓનલાઈન વેંચાણ શરૂ

નવી દિલ્હી, તા.૧૩ : શાઓમીએ ગયા અઠવાડિયે ભારતમા  પોતાની સ્માર્ટ Mi TV 4A સીરિઝ લોન્ચ કરી હતી. કંપનીએ આ સીરિઝ અંતર્ગત ૩૨ ઈંચ અને ૪૩ ઈંચના બે મૉડલ્સ ઉપલબ્ધ કરાવ્યા હતા. આ બન્ને વેરિયન્ટ આજે પહેલીવાર ફિલપકાર્ટ, Mi.com અને Mi હોમ સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ હશે.

આ સેલ બપોરે ૧૨ વાગ્યે શરૂ થશે. ૫૫ ઈંચના શાઓમી Mi TV4ની સાથે Mi TV 4Aનું પણ વેચાણ થશે. ઉલ્લેખનીય છે કે લોન્ચ સમયે કંપનીએ જાહેરાત કરી હતી કે આ ટીવી સેટનો બીજો સેલ ૧૬ માર્ચના રોજ થશે.શાઓમીએ લોન્ચ વખતે જણાવ્યું હતું કે, Mi TV 4A સીરિઝ માટે અઠવાડિયામાં બે વાર સેલ રાખવામાં આવશે. કંપનીનો દાવો છે કે ટીવીમાં ૫,૦૦,૦૦૦ કલાકનું કન્ટેન્ટ મળશે. જેમા ં ૮૦ ટકા હૉટસ્ટાર, વૂટ વૂટ કિટ્સ, સોની લિવ, હંગામા પ્લે, Zee5, સન નેકસ્ટ, ઓલ્ટ બાલાજી, TVF અને ફિલકસ્ટ્રી જેવા પાર્ટનર પૂરૂ પાડશે. કન્ટેન્ટ ૧૫ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ હશે.૪૩ ઈંચ Mi TV 4Aદ્ગક ભારતમા ં કિંમત ૨૨,૯૯૯ રૂપિયા જયારે ૩૨ ઈંચ Mi TV 4Aની કિંમત ૧૩,૯૯૯ રૂપિયા છે. લોન્ચ ઓફરની વાત કરીએ તો 4A મૉડલ્સ પર JioFi કનેકશન સાથે ૨૨૦૦ રૂપિયાનું ઈન્સ્ટન્ટ કેશબેક મળશે.

Mi TV 4A સીરિઝને ૨૦૧૭માં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યુ હતું, પણ ભારતમાં આ મૉડલ્સને અમુક સુધારા કરીને લોન્ચ કરવામાં આવ્યા છે. ૪૩ ઈંચ મૉડલમાં ફુલ HD ડિસ્પ્લે જયારે ૩૨ ઈંચ મૉડલમાં HD ડિસ્પ્લે છે. બન્ને ડિસ્પ્લે પેનલમાં ૧૭૮ ડિગ્રી વ્યૂઈંગ એન્ગલ અને ૬૦ ગીગાહર્ટ્ઝ રિફ્રેશ રેટ છે.Mi TV 4A વેરિયન્ટ્સમાં એક એમ્લોજિક કવૉડ-કોર પ્રોસેસર અને 1GB રેમ છે. ટીવીમાં 8GB ઈન્ટરનલ સ્ટોરેજ પણ આપવામાં આવી છે. કનેકિટવિટીની વાત કરીએ તો ૪૩ઈંચ Mi TV 4Aમાં વાઈ-ફાઈ, ૩ HDMI પોર્ટ્સ, ૩ USB 2.0 પોર્ટ્સ, એક ઈથરનેટ પોર્ટ, એક AV કમ્પોનન્ટ પોર્ટ, એક S/PDIF ઓડિયો પોર્ટ અને 3.5mm હેડફોન જેક પોર્ટ છે.

(4:02 pm IST)