Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

BJPના નરેશ અગ્રવાલ પર મહિલા આયોગ કરે કડક કાર્યવાહી

નરેશ અગ્રવાલે જયા બચ્ચન પર કરેલી અભદ્ર ટીપ્પણીનો અખિલેશે કર્યો વિરોધ

નવી દિલ્હી તા. ૧૩ : સમાજવાદી પાર્ટીનો છેડો ફાડી ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થતાં જ નરેશ અગ્રવાલની નવી ઇનિંગ્સની શરૂઆત સારી રહી નથી. ભાજપમાં સામેલ થતાં જ નરેશ અગ્રવાલે કંઇક એવું નિવેદન આપ્યું કે દરેક લોકોના નિશાન પર આવી ગયા છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ નરેશ અગ્રવાલના નિવેદન નિંદા કરી છે અને ભાજપને કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.

મંગળવારે સવારે અખિલેશ યાદવે ટ્વીટ કરી 'શ્રીમતી જયા બચ્ચનજી પર કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી માટે અમે ભાજપાના શ્રી નરેશ અગ્રવાલના નિવેદનની કડક નિંદા કરીએ છીએ. આ ફિલ્મ જગતની સાથે જ ભારતની દરેક મહિલાનું પણ અપમાન છે. ભાજપા જો ખરેખર નારીનું સમ્માન કરતી હોય તો તાત્કાલિક તેમની વિરૂદ્ઘ પગલાં ઉઠાવે. મહિલા આયોગે પણ કાર્યવાહી કરવી જોઇએ.'

સોમવાર સાંજે ભાજપમાં સામેલ થતાં નરેશ અગ્રવાલ જયારે મીડિયા સામે બોલતા હતાં ત્યારે ઇશારોમાં તેમણે જયા બચ્ચન પર જે ટિપ્પણી કરી તેના પર વિવાદ થયો. નરેશ અગ્રવાલે કહ્યું કે ડાન્સ કરનારાઓના લીધે સપામાં મારી રાજયસભાની ટિકિટ કપાઇ. તેમના આ નિવેદનથી પાર્ટી માટે થોડીક વાર માટે અસહજ સ્થિતિ થઇ ગઇ.

નરેશ અગ્રવાલના નિવેદનના થોડીક જ વારમાં વિદેશ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજે નરેશ અગ્રવાલના નિવેદન પર નારાજગી વ્યકત કરી હતી. સુષ્મા સ્વરાજે ટ્વીટ કરતાં કહ્યું કે નરેશ અગ્રવાલનું ભાજપમાં સ્વાગત કર્યું, પરંતુ જયા બચ્ચન પર કરાયેલ ટિપ્પણીને અસ્વીકાર્ય અને ખોટી ગણાવું છું. સુષ્મા સ્વરાજ બાદ સ્મૃતિ ઇરાની અને રૂપા ગાંગુલીએ પણ નરેશ અગ્રવાલના નિવેદન પર વિરોધ નોંધાયો છે.

નરેશ અગ્રવાલના નિવેદન પર થયેલ વિવાદ બાદ ભાજપની કિરકિરી થઇ તો પાર્ટીને સ્પષ્ટતા આપવા પડી. પાર્ટી પ્રવકત સાંબિત પાત્રાએ મોરચો સંભાળ્યો અને પાર્ટીના સ્ટેન્ડ કિલયર કરતાં કહ્યું કે ભાજપ તમામ લોકોનું સમ્માન કરે છે. તે કોઇપણ વર્ગ સમુદાયથી હોય, કે ફિલ્મોથી હોય.(૨૧.૧૦)A

(10:16 am IST)