Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

જેટલીની વકીલ પુત્રીને મોટી રકમો મળી હતીઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, રૂ. ૧૨,૭૦૦ કરોડના પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં નાણામંત્રી અરૂણ જેટલીની ચૂપકીદીથી સાફ થઇ ગયું છે કે, તે પોતાની કહેવાતી એડવોકેટ પુત્રીને બચાવવા માગે છે. જેને આ કૌભાંડ જાહેર થવા પૂર્વે મોટી રકમ મળી હતી.

રાહુલે સ્પષ્ટ પૂછયું હતું કે, સીબીઆઇએ કથીત આરોપો મૂકાવા છતાં જેટલીની પુત્રીની કંપની ઉપર દરોડા શા માટે પાડયા નથી?

રાહુલના આક્ષેપોથી ખળભળાટ મચી ગયો છે.

(10:56 am IST)
  • ટ્રમ્પને હાઈસકારોઃ રશીયા સાથેની સાંઠગાંઠ અંગે પુરાવા ન મળ્યાઃ અમેરિકી પ્રમુખ પદની ચૂંટણીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશીયા સાથે સાંઠગાંઠના આક્ષેપો અંગે કોઈ જ પુરાવા ન હોવાનું અમેરિકી રીપબ્લિકન હાઉસ પેનલે જાહેર કરેલ છે access_time 11:29 am IST

  • આજથી 88 વર્ષ પહેલા 12 માર્ચના ઐતિહાસિક દિવસે મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચ કરી બ્રિટિશ શાસનના પાયા હચમચાવી નાંખ્યા હતા. જેમાં દાંડી ખાતે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને કાયદો તોડીને સત્યાગ્રહ કરતા લોકજુવાળ ભભુકી ઉઠ્યો હતો. આજ દિવસે ગાધીએ સપથ લીધા હતા કે ‘કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું' access_time 10:02 am IST

  • સપાના સુપ્રીમો અખિલેશ યાદવને મોટો આંચકોઃ રાજયસભા સાંસદ નરેશ અગ્રવાલ ભાજપમાં જોડાયા : ફિલ્મમાં કામ કરનારને ટિકિટ આપી જયારે પાર્ટીના નેતાની ટિકિટ કાપીઃ જયા બચ્ચનને રાજયસભાના ઉમેદવાર બનાવતા અગ્રવાલના આકરા પ્રહાર access_time 12:55 pm IST