Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

કોરોના વેક્સીન કયા હાથમાં મુકાવવી ? : પહેલો ડોઝ જે હાથમાં લગાવ્યો હોય તે જ હાથમાં બીજો ડોઝ લેવો જરૂરી છે ? : લોકોને મૂંઝવતા પ્રશ્નનો નિષ્ણાતો દ્વારા જવાબ

ન્યુદિલ્હી :  કોરોના રસી મુકવાનું શરૂ થઇ ગયું છે.પ્રથમ તબક્કે કોરોના વોરંટીયર્સ તથા બીજા તબક્કે પોલીસ ડિપાર્ટમેન્ટ તથા  સફાઈ કામદારોને રસી આપવામાં આવી રહી છે. ત્યાર પછી સામાન્ય પબ્લિકને રસી મુકવાનું શરૂ થશે.

આ સંજોગોમાં લોકોને એક પ્રશ્ન મૂંઝવી રહ્યો છે કે રસી ક્યાં હાથમાં મુકાવવી? .જેના જવાબમાં નિષ્ણાતોએ જણાવ્યા મુજબ રસી મુકાવ્યા પછી થોડા દિવસ હાથમાં દુખાવો રહેતો હોવાથી ઓછા ઉપયોગમાં લેવાતા હાથમાં રસી મુકાવવી વધુ હિતાવહ રહેશે.એટલે કે જમણેરીએ ડાબા હાથમાં અને ડાબોડીએ જમણા હાથમાં રસી મુકાવવી વધુ અનુકૂળ રહેશે.

લોકોને મૂંઝવતો બીજો સવાલ એ છે કે પહેલી વખત રસી જે હાથમાં મૂકી હોય તે જ હાથમાં રસીનો બીજો ડોઝ મુકાવવો પડે ? .જેના અનુસંધાને નિષ્ણાતોએ જણાવ્યા મુજબ બીજી રસી બીજા હાથમાં પણ મુકાવી શકાય છે.અને તે વધુ અનુકૂળ રહેશે.

નિષ્ણાતોએ ઉમેર્યા મુજબ આ વેક્સીન અન્ય વેક્સીન જેવી જ છે.તેનાથી ગભરાવાની જરૂર નથી. તે કોઈપણ હાથમાં કોણીથી ઉપરના ભાગમાં લઇ શકાય છે.રસી મુકાવ્યા પછી થોડા દિવસ હાથનું હલનચલન કરતા રહેવું જરૂરી છે.જેથી બ્લડ સર્ક્યુલેશન જળવાઈ રહે તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે. 

(12:21 pm IST)