Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

સપા પ્રવકતા રીચા સીંગને પોલીસનો ઢોર માર

૨ દાંત તોડી નાખ્યાઃ ધરાર પોલીસ સ્ટેશને લઇ ગયાઃ બેભાન બની ગયાઃ અનેક કાર્યકરોની ધોલાઇ

 લખનૌ, તા.૧૩,સમાજવાદી પાર્ટીના પ્રવકતા રીચા સિંગ પર અલ્હાબાદમાં મંગળવારે સાંજે હુમલો થયો હતો.પોલીસે તેમના પર શારિરીક હુમલો કરતા તેઓ ઘવાયા હતા તેમજ રસ્તા પર લોહી નીકળતી હાલતમાં બેભાન થઈ ગયા હતા. સપાના છાત્ર નેતા ઈલીયાસ અદનાને કહ્યું કે, અખિલેશ યાદવ અહીંયા વિદ્યાર્થીઓને સંબોધવાના હતા. પરંતુ તેમને લખનૌથી રોકી દેવાયા. ત્યારબાદ ધનંજય યાદવે ૧૦ હજારના મજબૂત ટોળાનો સંબોધન કર્યો હતો. જેઓ અખિલેશ યાદવને સંભળવા આવ્યા હતા. ત્યારબાદ શાંતિકૂચ શરૂ થઈ જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ નેતાઓ હાજર હતા જેમાં રીચા સિંગપણ હતા ત્યારે પોલીસે હુમલો કર્યો. અદનાને કહ્યું કે, પોલીસે અમારી મારઝૂડ કરી જેમાં ઇજા પામેલામાં સપા નેતાધનંજય યાદવ (એમએલએ) સંગ્રામ યાદવ, મહિન્દ્ર પટેલનો સમાવેશ થાય છે. એક ઘૃણાસ્પદ કૃત્યએ હતું કે, પોલીસે રિચા સિંગની ખરાબ રીતે મારઝૂડ કરી પોલીસે તેણીના બે દાંત તોડી નાખ્યા. તેણી બેભાન થઈ ગઈ. તેને હોસ્પિટલ લઈ જવા મંજૂરી પણ ન આપી. પોલીસ રીચા સિંગને પોલીસ મથકેલઈ ગઈ. અલ્હાબાદ યુનિવસિર્ટીના ૧૧૯ વર્ષના ઈતિહાસમાં રીચા સિંગ પહેલીવાર મહિલા તરીકે વિદ્યાર્થી સંઘના પ્રમુખ પદે ચૂંટાયા હતા. તેઓ યોગી સરકારના તંત્ર સામે સતત કાંટારૂપે ઊભા છે.અગાઉ પણ યોગીને કાળા ઝંડા બતાવવા બદલે રીચા સિંગ પર પોલીસે અત્યાચાર કર્યો હતો. 

(3:25 pm IST)