Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

પેટીએમમાં ૧૦,૦૦૦થી વધુ જમા કરાવવા પર બે ટકા ચાર્જ લાગશે

પેટીએમ યુઝર્સને ઝટકોઃ ક્રેડિટકાર્ડ દ્વારા ઇ-વોલેટમાં નાણાં લોડ કરવાનું મોંઘું થશે

નવી દિલ્હી,તા.૧૩: નવા વર્ષમાં પેટીએમ યુઝર્સને ક્રેડિટ કાર્ડથી ઇ-વોલેટમાં નાણાં લોડ કરવાનું મોઘું પડશે. પેટીએમ યુઝર્સ જો પોતાના ઇ-વોલેટમાં ક્રેડિટ કાર્ડથી એક મહિનામાં રૂ.૧૦,૦૦૦થી વધુ રકમ જમા કરાવશે.તો તેના પર તેમણે બે ટકાનો ચાર્જ ચુકવવો પડશે.

પેટીએમ કંપનીએ નવી પોલીસીમાં આ અંગેની માહિતી આપી છે. ડેબિટ કાર્ડ અથવા યુનિફાઇડ પેમેન્ડ ઇન્ટરફેસ (યુપીઆઇ)થી વોલેટ ટોપઅપ જો કે હાલ નિઃશુલ્ક છે. કંપનીએ આ નિર્ણય ટ્રાન્ઝેકશન પર થતાં ખર્ચને બચાવવા માટે કર્યો છે.

પીટીએમએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે જો ક્રેડિટ કાર્ડ દ્વારા જમા કરાવવામાં આવેલ કુલ રકમ રૂ.૧૦,૦૦૦થી વધુ હશે તો કુલ રકમ પર ૧.૭૫ ટકા ચાર્જ તથા જીએસટી ચુકવવો પડશે. પેટીએમએ આ અગાઉ પણ એક વર્ષ પહેલાં આ પ્રકારનો ચાર્જ લાદવા અંગે વિચાર કર્યો હતો. પરંતુ ત્યાર બાદ તેનો અમલ મોકુફ રાખ્યો હતો. હવે જોવાનુંએ રહે છે કે આ બદવાવ પર યુઝર્સ કેવી પ્રતિક્રિયા આપે છે.

(4:18 pm IST)