Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

દેશમાં કેટલાક લોકોને હિન્દુ શબ્દથી એલર્જી છેઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ

વેંકૈયા નાયડૂએ કહ્યું- ભારતે હંમેશા પીડિત લોકોને શરણ આપી છે

ચેન્નાઈ, તા.૧૩: નાગરિકતા સુધારણા કાયદો અને એનઆરસીની વિરુદ્ઘ દેશભરમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનોની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂએ જણાવ્યું છે કે, ભારતમાં કેટલાક લોકોને હિન્દુ શબ્દથી જ એલર્જી છે. નાયડૂએ જણાવ્યું કે, બિનસાંપ્રદાયિકતાનો અર્થ કોઇ એક ખાસ ધર્મનો અપમાન અથવા તુષ્ટિકરણ કરવાનો નથી. સીએએ પાકિસ્તાન, અફદ્યાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક રીતે પ્રતાડિત લદ્યુમતિઓને ભારતીય નાગરિકતા પ્રદાન કરવા માટે છે.

ચેન્નાઈમાં શ્રી રામકૃષ્ણ મઠ દ્વારા પ્રકાશિત તમિલ માસિક શ્રી રામકૃષ્ણ વિજયના સમારોહ અને સ્વામી વિવેકાનંદ જયંતીના અવસર પર આયોજીત એક કાર્યક્રમમાં વેંકૈયા નાયડૂએ જણાવ્યું હતું કે, ભારતમાં કેટલાક લોકોને હિન્દુ શબ્દથી જ અલર્જી છે. જો કે આ યોગ્ય નથી પરંતુ તેમને આવા પ્રકારના દ્રષ્ટિકોણ રાખવાનો અધિકાર છે. બિનસાંપ્રદાયિકતાનો અર્થ બીજા ધર્મનો અપમાન કરવાનો નથી, જયારે બિનસાંપ્રદાયિક સંસ્કૃતિ ભારતીય નૈતિકતાનો એક ભાગ છે.

નાયડૂએ જણાવ્યું હતું કે, દેશે હંમેશા પીડિત લોકોને શરણ આપી છે. સ્વામી વિવેકાનંદ એક સમાજ સુધારક હતા. સ્વામી વિવેકાનંદે જણાવ્યું હતું કે તેઓ એવા દેશમાંથી આવે છે જેણે વિવિધ દેશોમાં પ્રતાડિત લોકો અને શરણાર્થીઓને શરણ આપી છે. ઉપરાષ્ટ્રપતિ સીએએનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ભારત હવે પ્રતાડિત લોકોનો સ્વીકાર કરવા માટે તૈયાર છે જયારે કેટલાક તત્વો આ અંગે વિવાદ ઉભો કરી રહ્યા છે.

(3:46 pm IST)