Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

દેશમાં ૨૦૧૮માં દરરોજ ૧૦૯ બાળકોનું જાતીય શોષણ થયું

દુષ્કર્મના સૌથી વધુ ૨૮૩૨ કેસ મહારાષ્ટ્રમાં : ઉત્તરપ્રદેશમાં ૨૦૨૩ અને તમિલનાડુમાં ૧૪૫૭

નવી દિલ્હી તા. ૧૩ : રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા જારી કરવામાં આવેલા વર્ષ ૨૦૧૮માં આંકડા મુજબ ભારતમાં વર્ષ ૨૦૧૮માં પ્રત્યેક દિવસે સરેરાસ ૧૦૯ બાળકોનું બાળ શોષણ થાય છે.

NCRBએ તાજેતરમાં જારી કરવામાં આવેલા આકડાં અનુસારજાતીય શોષણ કાનુન (પોકસો) અનુસાર વર્ષ ૨૦૧૭માં ૩૨,૬૦૮ મામલા નોંધાયા, ત્યાંજ વર્ષ ૨૦૧૮માં આ કાયદા પ્રમાણે ૩૯,૮૨૭ કેસ નોંધાયા હતાં.

આંકડા પ્રણાણે વર્ષ ૨૦૧૮માં બાળકોની સાથે દુષ્કર્મનાં ૨૧,૬૦૫ કેસ નોંધાયા જેમાં છોકરીઓ સાથે સંકળાયેલા ૨૧,૪૦૧ તથા છોકરાઓ સાથે ૨૦૪ કેસ નોંધાયા હતાં.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દુષ્કર્મનાં સૌથી વધુ ૨,૮૩૨ કેસ મહારાષ્ટ્રમાં, ઉત્તરપ્રદેશમાં ૨૦૨૩ અને તમિલનાડુંમાં ૧૪૫૭ કેસ નોંધાયા.

રિપોર્ટ જણાવે છે કે બાળકોનાં વિરૂધ્ધ ગુનાઓનાં કેસમાં વધારો ખુબ ઝડપથી થઇ રહ્યો છે, ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ યૂ(Cry)માં પોલીસી રિસર્ચ એન્ડ એડવોકેસીનાં ડાયરેકટર પ્રિતિ મહારાએ કહ્યું કે એક તરફ બાળકો વિરૂધ્ધ વધી રહેલા ગુના ચિંતાનું કારણ છે.તો બીજી તરફ આવા કેસ નોંધાવવાની વધી રહેલી પ્રવૃતિ એ બતાવે છે કે વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ વધ્યો છે.

(11:48 am IST)