Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

સતત બીજા દિવસે ઇંધણના ભાવ ઘટયા : પેટ્રોલના ભાવમાં 10 પૈસા,ડીઝલના ભાવમાં 5 પૈસા ઘટાડો

નવા વર્ષે પ્રથમવાર ઓઇલ માર્કેટિંગોએ ભાવમાં ઘટાડો કર્યો

 

 

ફોટો petrol

નવી દિલ્હી : રવિવારે પેટ્રોલ - ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે પણ ફરીથી તેમાં થોડો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 10 પૈસા લીટર ઘટીને 75.80 રૂપિયે/ લીટરનો થયો છે. તો અન્ય તરફ ડીઝલના ભાવમાં 5 પૈસાનો ઘટાડો થયો છે અને તે 69.06 રૂપિયા/ લીટર કરાયો છે. 

ઇન્ડિયન ઓlઇલની વેબસાઇટ અનુસાર, દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ ક્રમશ 75.80, 78.39 રૂપિયા, 81.39 રૂપિયા અને લિટર દીઠ 78.76 રૂપિયા પર આવી ગયો છે. આ જ રીતે ડીઝલનો વધારો કોલકાતામાં 71.43 રૂપિયા, મુંબઇમાં 72.42 રૂપિયા અને ચેન્નઇમાં72.98 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે.

રવિવારે નવા વર્ષમાં પ્રથમ વખત ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો. રવિવારે દિલ્હી, કોલકાતા અને મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 11 પૈસાનો ઘટાડો થયો છે, જ્યારે ચેન્નઇમાં પણ 12 પૈસા પ્રતિ લિટર ઘટાડવામાં આવ્યા છે, ત્યારબાદ દિલ્હીમાં ફરીથી પેટ્રોલની કિંમત 76 રૂપિયા પ્રતિ લિટર પર આવ્યો છે  

(11:07 am IST)