Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

દેશના ખેડૂતો,નાના દુકાનદારો અને યુવાઓ મળીને મોદીજીને હરાવી દેશે :રાહુલ ગાંધી

2019માં રોજગાર,ભ્રસ્ટાચાર અને ખેડૂતોનું જીવન ધોરણ મુખ્ય મુદ્દાઓ રહેશે

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો કે 2019માં દેશની જનતા મોદી સરકારને સત્તા પરથી હટાવી નાખશે, રાહુલ ગાંધીએ કહ્યું કે હિન્દુસ્તાનમાં ખેડૂત, નાના દુકાનદાર અને યુવા સાથે મળી 2019માં મોદીજીને હટાવી દેશે.

   કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે મોદીજીએ દેશને બદલવાનો વાયદો કર્યો હતો અને તેઓએ દેશને બદલ્યો પણ, પરંતુ ખોટી રીતે. જ્યારે હું દેશના યુવાઓ સાથે વાત કરું છું તો તેઓ કહે છે કે મોદીજીએ અમારો ભરોસો તોડ્યો છે અને સમય બરબાદ કર્યો છે, આથી હવે અમે તેને સત્તા પરથી હટાવવાના છીએ.

   આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે 2019માં અમારા ત્રણ પ્રમુખ મુદ્દા રહેશે, જેમાં રોજગાર, ભ્રષ્ટાચાર અને ખેડૂતોનું જીવન ધોરણ ઉંચુ લાવવું. આ સિવાય રાફેલ પણ એક મોટો મુદ્દો છે.


કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આ સિવાય 2019માં શિક્ષા અને સ્વાસ્થ્ય પણ મુખ્ય મુદ્દા રહેશે. અમે ઓછા ખર્ચે હિન્દુસ્તાનના દરેક નાગરિકોને શિક્ષા અને સ્વાસ્થ્યની સુવિધા ઉપલબ્ધ કરાવીશું. આ બેસિક ફાઉન્ડેશન છે અને જે વાયદા પીએમ મોદીએ કર્યા હતા તે ખોખલા અને ખોટા નીકળ્યા. અમે તેમના પર પણ સવાલ ઉઠાવીશું.

કોંગ્રેસ અધ્યક્ષે વડાપ્રધાન પર આક્ષેપ કરતાં કહ્યું કે એવા કર્મચારી જેઓએ લોહી-પરસેવો એક કરી HAL કંપનીમાં મહેનત કરી, તેઓને સાઇડમાં કરી મોદીજીએ રાફેલ કોન્ટ્રાક્ટ અનીલ અંબાણીને આપી દીધો.

(12:35 am IST)