Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

ચીનમાં કોલસાની ખાણમાં દીવાલ ઘસી પડતા ૨૧ લોકોના મોત

ઉત્તર ચીનમાં શાંક્સી શહેરમાં એક કોલસાની ખાણની દીવાલ ઘસી પડતા ૨૧ લોકોના મૃત્યુ થયા છે અને હજુ પણ મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા જણાઈ રહી છે.

 સુત્રોના જણાવ્યા પ્રમાણે આ  દુર્ઘટના થઇ ત્યારે કોલસાની ખાણમાં આશરે ૮૪ લોકો કામ કરી રહ્યા હતા જેમાંથી ૬૬ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. દુર્ઘટના શા માટે બની તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

(10:40 pm IST)