Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

યુપીમાં સપા- બસપાના ગઠબંધન બાદ શિવપાલ યાદવ ઉતાવળા: કોંગ્રેસ સાથે હાથ મિલાવવા આતુર

કોંગ્રેસ અમારી સાથે સંપર્ક કરશે અને વાત કરશે, તો અમે ગઠબંધન કરવા તૈયાર :યાદવ

લખનૌ :ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ગઠબંધન કર્યા બાદ સમાજવાદી પાર્ટીથી અલગ થઇને નવી પાર્ટી બનાવનાર મુલાયમ સિંહના ભાઇ શિવપાલ યાદવ પણ ગઠબંધન કરવા આતુર બન્યા છેશિવપાલ યાદવે કહ્યું કે કોઇપણ ગઠબંધન તેમના વગર પૂર્ણ થઇ શકે નહીં,

 શિવપાલે જણાવ્યું કે તેઓ હવે કોંગ્રેસની સાથે પણ ગઠબંધન કરી શકે છે. પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહિયા)ના મુખ્યા શિવપાલ યાદવે કહ્યું કે, તેઓ કોંગ્રેસની સાથે ગઠબંધન કરવા માટે તૈયાર છે. આ વિષય પર વાતચીત કરતા તેમણે કહ્યું કે, હાલમાં આ વિષય પર અમારી કોંગ્રેસ સાથે કોઇ વાતચીત થઇ નથી. પરંતુ જીતવાની પણ સેક્યૂલર પાર્ટી છે, તેમણ સાથે આવવું જઇએ. તેમાંથી કોંગ્રેસ પાર્ટી પણ એક છે. જો કોંગ્રેસ અમારી સાથે સંપર્ક કરશે અને અમારી સાથે વાત કરશે, તો અમે ગઠબંધન કરવા તૈયારી છીએ.

(8:01 pm IST)