Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

મોદી સરકારે બંધારણીય સંસ્થાઓમાં દખલ કરી :સીબીઆઈ ચીફ પર કાર્યવાહી પર રાહુલનો આરોપ

નવી દિલ્હી ;કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દુબઈમાં એક ઇન્ટરવ્યૂમાં મોદી સરકાર પે નિશાન સાધ્યું હતું સીબીઆઇ વિવાદ પર રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકારમાં બંધારણીય સંસ્થાઓમાં ખૂબ જ વધારે પડતી દખલ કરવામાં આવી રહી છે.

   રાહુલ ગાંધીએ કહ્યું કે જે રીતે સરકારે સીબીઆઇ ચીફ પર કાર્યવાહી કરી હતી તે સ્પષ્ટ છે કે ચીફના હાથમાં રાફેલ કેસ સાથે સંકળાયેલા એવા પુરાવા લાગ્યા હતા જેને સરકાર બહાર લાવવા નહોતી દેતી.

(7:44 pm IST)