Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

સંપત્તિની બનાવટી ખરીદ અને વેચાણોને રોકવા કાયદો લવાશે

સંપત્તિની નોંધણીની પ્રક્રિયા વધુ પારદર્શક બનાવાશે : દેસમાં દરેક વિસ્તારમાં એક ખાસ નોંધણી નંબર નિર્ધારિત કરીને આંકડાના ડિજિટલીકરણ કરવાની પ્રક્રિયા શરૂ થઇ

નવી દિલ્હી, તા. ૧૩ : જમીન અને મકાન સહિત અન્ય સંપત્તિના ખરીદ અને નોંધણીમાં બોગસ ઘટનાક્રમને રોકવાના હેતુસર કેન્દ્ર સરકાર સંપત્તિની નોંધણીના કામને મજબૂત કરવા કાનૂન બનાવવાની તૈયારીમાં છે. આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયોના મંત્રાલયે એક સંપત્તિના એકથી વધારે ગેરકાયદે નોંધણીને રોકવા માટે તથા સંપત્તિના બોગસ વેચાણની સમસ્યાને ઉકેલવા માટે બિલ લાવવાની તૈયારી કરી લીધી છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, સંપત્તિ સહિત બોગસ કારોબારને રોકવાના હેતુસર જમીનની મિલકતના રાષ્ટ્રીય સ્તર પર એકત્રિત કરવામાં આવેલા આંકડાને સામેલ કરીને આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, કોર્ટમાં પેન્ડિંગ રહેલી સંપત્તિ સંબંધિત મામલામાં આશરે ૮૦ ટકા મામલા પોતાની સાથે જોડાયેલા રહેલા છે. તાજેતરમાં જ આવાસ અને શહેરી વિકાસ મામલાઓના રાજ્યમંત્રી હરદિપસિંહ પુરીએ કહ્યું હતું કે, દિલ્હી સહિત દેશના અન્ય વિસ્તારોમાં આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કાયદા બનાવવામાં આવનાર છે. આનો ઉદ્દેશ્ય દેશના દરેક વિસ્તારમાં એક ખાસ નોંધણી નંબર નિર્ધારિત કરીને આંકડાઓનું ડિજિટલીકરણ કરવામાં આવનાર છે. સરકાર દ્વારા વર્ષ ૨૦૦૮માં શરૂ કરવામાં આવેલા આધુનિકીકરણ કાર્યક્રમ હેઠળ દેશભરમાં સંપત્તિની નોંધણી સંબંધિત આંકડાને ડિજિટલ રુપ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ કાનૂનમાં સંપત્તિ નોંધણી ઓથોરિટીની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી છે. અધિકારીઓના કહેવા મુજબ સંસદમાંથી પસાર કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવનાર છે. કાનૂન બની ગયા બાદ અન્ય રાજ્યો અને પોતાની જરૂરિયાત મુજબ અમલી બનાવી શકાશે.

 

(4:33 pm IST)