Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

J&K: આતંકી જીનત-ઉલ-ઈસ્લામ ઠાર મરાયો, હતો તે આતંકી સંગઠન સાથે જોડાયેલો હતો અને તે IED અેકસપર્ટ

જમ્‍મુ : જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારે આતંકવાદી અને સુરક્ષા દળોની વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદી ઠાર મરાયા. તેમાંથી એક ખૂંખાર આતંકી જીનત-ઉલ-ઇસ્લામ પણ સામેલ છે. જીનત-ઉલ-ઇસ્લામ આતંકી સંગઠન અલ બદ્ર સાથે જોડાયેલો હતો અને તે આઈઈડી એક્સપર્ટ હોવાનું માનવામાં આવે છે. બીજા આતંકીનું નામ શકીલ અહમદ દાર છે. એન્કાઉન્ટર સ્થળે હથિયાર અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાટપુરા વિસ્તારમાં આતંકીવાદીઓ હોવાની માહિતી મળ્યા બાદ સાંજે સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન ચલાવ્યું. તેઓએ જણાવ્યું કે, સુરક્ષા દળોના જવાનો જ્યારે સર્ચ ઓપરશેન ચલાવી રહ્યા હતા ત્યારે આતંકીવાદીઓ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને તેમાં બે આતંકવાદી માર્યા ગયા.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં એલઓસીની પાસે થયેલા બ્લાસ્ટમાં એક મેજર અને એક જવાન શહીદ થયા હતા. રાજૌરીના નૌશેરા સેક્ટરમાં આઈઆઈડી બ્લાસ્ટ થયો. જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એલઓસી પાસેના વિસ્તારમાં શુક્રવારે થયેલા એક આઈઆઈડી બ્લાસ્ટમાં સેનાના એક મેજર અને એક સૈનિક શહીદ થયા. અધિકારીઓએ જણાવ્યું કે સંદિગ્ધ આતંકવાીદોઅએ રાજૈરી જિલ્લાના નૌશેરા સેક્ટરના લામ ક્ષેત્રમાં એલઓસી પાસેના વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા સેનાના જવાનોને નિશાન બનાવવા માટે એક આઈઈડી લગાવ્યો હતો.

(12:17 pm IST)