Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

કેજરીવાલને મળી ધમકી : પુત્રીનું અપહરણ કરશું થાય તે કરી લો

         નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના સતાવાર ઇનબોકસમાં એેક ચીમકી મળી છે. અમે તમારી દિકરીનું અપહરણ કરીશુ. તેને બચાવવા થાય તે કરી લેજો. એમ અજાણી વ્યકિતએ કરેલા ઇ-મેઇલમાં જણાવાયું છે. તા. ૯મીએ આ ઇમેઇલ  મળ્યાનું પોલીસ જણાવે છે પોલીસે હર્ષિતા કેજરીવાલની હિફાજત માટે પર્સનલ સિકયોરિટી ઓફીસર તૈના કર્યાે છે. સાયબર સેલ આ બાબતની તપાસ કરી રહી હોવાનું સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતુ.

(12:01 pm IST)