Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

યુપી : ૨૫ લોકસભા સીટ પર કોંગ્રેસનું ધ્યાન કેન્દ્રિત

જીતવાની જ્યાં તકો છે તે બેઠક પર ધ્યાન : બસપ-સપા દ્વારા હાથ મિલાવ્યા બાદ પ્લાન બી તૈયાર

નવી દિલ્હી, તા. ૧૨ : ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત થયા બાદ કોંગ્રેસ પાર્ટીએ પ્લાન બી તૈયારી કરી લીધી છે. જેના ભાગરૃપે લોકસભાની ૨૫ સીટો ઉપર કોંગ્રેસ પાર્ટી તાકાત લગાવવાના પ્રયાસ કરશે. ૨૫ સીટો ઉપર તેની જીતવાની તકો વધારે રહેલી છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના એક નેતાએ માહિતી આપતા કહ્યું છે કે ૨૦૦૯ની લોકસભા ચુંટણીમાં અમે ઉત્તરપ્રદેશમાં ૨૧ સીટો જીતી ગયા હતા. આને ધ્યાનમાં લઈને આ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. તેમણે ક્હ્યું હતું કે એવા ઉમેદવાર પણ છે જે જીતવાની તકો ધરાવે છે. કેટલાક એવા ઉમેદવાર છે જે ૨૦૧૪માં ઓછા અંતરથી હારી ગયા હતા. ૨૦૧૪માં ભાજપને છોડીને અન્ય પાર્ટીઓએ પણ ઘણી બધ સીટો ગુમાવી હતી. અમારૃ ધ્યાન ૨૫ સીટો ઉપર રહેલું છે. આના માટે પુરતી તાકાત લગાવી દેવામાં આવશે. ૨૦૦૯માં કોંગ્રેસે ૨૧ સીટો જીતી હતી. જે છેલ્લા ૨૦ વર્ષમાં તેનો સૌથી સારો દેખાવ હતો. ૨૦૦૪માં કોંગ્રેસ પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં માત્ર ૯ સીટો જીતી હતી. કોંગ્રેસ પાર્ટીની હાલત ઉત્તરપ્રદેશમાં ખૂબ કફોડી બનેલી છે.

(12:00 am IST)