Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

ફેબ્રુઆરી ૨૦૧૯ન માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમોઅે અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી અથવા પાછળ ધકેલાઇ જવા પામેલ છે તે સહેલાઇથી જાણી શકાશે. કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ ચાલુ માસ દરમ્યાન પાછળ ધકેલાઇ જવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત વિભાગની ૨જી, ૩જી તથા બીજા અન્ય કામદારોની કેટેગરી બે વર્ષના સમયગાળાથી વધુ સમયગાળા માટે પાછળ ધકેલાઇ ગયેલી છે

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ ફેબ્રુઆરી ૨૦૧૯ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમોઅે અમારા વાંચક વર્ગ માટે નીચે દર્શાવ્યા મુજબની પ્રસિદ્ધ કરેલ છે. તેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી કે પાછળ ધકેલાઇ જવા પામેલ છે તે સહેલાઇથી જાણી શકાશે. કૌટુમ્બીક આધારિત વિભાગની તમામ કેટેગરીઓ ૮થી ૩૬ અઠવાડીયા પાછળ ધકેલાઇ જવા પામેલ છે. અને તેથી પોતાના પરિવારના સભ્‍યોને અત્રે અમેરીકા બોલાવવા માટે જે તે ભાઇ-બહેનોઅે પોતાના સ્‍વજનો માટે પિટીશન ફાઇલ કરેલ છે તે તમામ લોકોમાં નિરાશાની લાગણીઓ પ્રસરેલી જોવા મળે છે.

વિશેષમાં રોજગાર આધારિત તમામ કેટેગરીઓમાં બે વર્ષ કે તેથી ઓછા સમય માટે પાછળ ધકેલાઇ જવાનો સમય આવી લાગેલ છે. આ વિભાગમાં પહેલી કેટેગરીમાં વર્તમાન સમય ચાલુ છે જ્યારે ચોક્કસ વસાહતીઓ તેમજ રોજગાર ઉત્‍પાદન કરનાર નોન રીજીઓનલ સેન્‍ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી જો કોઇપણ ઉમેદવાર અત્‍રે આવવા અરજી કરે તો તેને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે. પરંતુ તેણે ઇમીગ્‍રેશન ખાતાના હાલના કાયદાઓનું ચુસ્‍તપણે પાલન કરવાનું રહેશે અને તેમ ન કરનારને કદાચ વિઝા ન પણ મળી શકે.

આ અંગે ઇમીગ્રેશન ખાતાના નિયમોના જાણકારની સલાહ લેવી યોગ્‍ય થઇ પડશે કે જેથી પાછળથી પસ્‍તાવાનો સમય ન આવે.

(9:45 pm IST)