Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

દેશના મોસમનો અટપટો મિજાજ : પહાડો પર બરફ વર્ષા : અનેક રાજ્યોમાં વરસાદી માહોલ

હિમાલયમાં બરફ પડવાનો સમય પણ હવે મોડો થઈ ગયો

નવી દિલ્હી : દેશમાં હવે શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં મોસમની પહેલી બરફ વર્ષા થઈ. જેને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રભાવિત થયો. જોકે 20 ડિસેમ્બર બાદ બરફવર્ષામાં વધારો થાય તેવી આગાહી છે. આમ તો જમ્મુ-કાશ્મીરમાં બરફ પડે એટલે દેશમાં ઠંડીનું પ્રમાણ વધે તેમ કહેવાય છે. છેલ્લા ઘણા વર્ષોથી બદલાયેલા હવામાનને કારણે હિમાલયમાં બરફ પડવાનો સમય પણ હવે મોડો થઈ ગયો છે. પહેલા સામાન્ય રીતે જમ્મુ-કાશ્મીરમાં નવેમ્બર મીડ વીકથી બરફ પડવાનું શરૂ થઈ જાય છેબીજીતરફ ગુજરાતસ સહિતના રાજ્યોમાં વરસાદી માહોલ જોવાયો હતો 

(10:51 pm IST)