Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

આવતીકાલે રવિવારે દિલ્હી-જયપુર હાઇ-વે બ્લોક કરશે ખેડૂતોઃ ગુરૂગ્રામ બોર્ડર સીલ કરવાની ચીમકી બાદ અલગ અલગ ચોકમાં ૩૫૦૦ પોલીસ ફોર્સ સાથે ૬૦ ડેપ્યુટી મેજિસ્ટ્રેટ ખડેપગે

ડ્રોનથી આઇન્ડોલનકારીઓ પર નજર રાખશે : ફરીદાબાદ જિલ્લાના દરેક ટોલ પ્લાઝા પર રિઝર્વ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : કૃષિ કાયદાનાં મુદ્દા પર ખેડુતો હવે લડી લેવાનાં મુડમાંૅં ખેડુત સંગઠનોનું કહેવું છે કે સરકાર આ કાળા કાયદાને જ પાછો ખેંચી લે, ભારતીય કિસાન યુનિયન પ્રમુખ બલબીર એસ રાજેવાલનું કહેવું છે કે કાલે ૧૨ ડિસેમ્બરે અમે દિલ્હી-જયપુર હાઇ-વે બ્લોક કરી દઇશું, ૧૪ ડિસેમ્બર મંગળવારે કલેકટર ઓફિસોની સામે, બીજેપી નેતાઓનાં નિવાસસ્થાનો તથા રિલાયન્સ અને અદાણી ટોલ પ્લાઝા પર ધરણા કરીશું, ટ્રેનોને રોકવાનો કોઇ કાર્યક્રમ નથી,  ખેડુતોની સંખ્યા સતત વધી રહી છે.

(3:15 pm IST)