Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

અમેરિકામાં કોરોના બેકાબુ : ફાઇઝર વેકસીનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી

ઓસ્ટ્રેલિયામાં કોરોના વેકસીન લેનારા વોલેન્ટિયર્સમાં જોવા મળ્યા HIVના લક્ષણો : ટ્રાયલ પર રોક લગાવી

વોશિંગ્ટન : અમેરિકામાં Pfizerની કોરોના વેકસીનના ઈમરજન્સી ઉપયોગને FDA પેનલે મંજૂરી આપી દીધી છે.

બીજી તરફ ઓસ્ટ્રેલિયામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. અહીં વોલેન્ટિયર્સને કોરોના વેકસીન આપવાથી તેમનામાં HIVના લક્ષણો જોવા મળ્યા છે. ત્યાર પછી સરકારે આ વેકસીનના પ્રોગ્રામને રદ્દ કરવાનો આદેશ આપ્યો છે.

અમેરિકામાં ફાઈઝર અને મોર્ડર્નાએ પોતાની કોરોના વેકસીનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી હતી. જેમાં ફાઈઝરને અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટી (FDA) પેનલે પોતાની મંજૂરી આપી દીધી છે. સમિતિના સભ્ય પોલ ઓફિટે કહ્યું કે, વેકસીનથી સ્પષ્ટ ફાયદો જોવા મળી રહ્યો છે.

બીજી તરફ કોવિશીલ્ડને પણ બ્રિટનમાં જલ્દી મંજૂરી મળવાની આશા કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ક્રિસમસ સુધી વેકસીનની મંજૂરી મળવાની આશા છે. જો બ્રિટનમાં વેકસીનને જલ્દી મંજૂરી મળે છે, તો તેનો ફાયદો ભારતમાં પણ મળશે. બ્રિટનની મંજૂરીના આધારે અહીં પણ જલ્દી મંજૂરી આપવામાં આવી શકે છે.

ઓસ્ટ્રેલિયામાં કવીસલેન્ડ યુનિવર્સિટી અને બાયોટેક ફર્મ CSL દ્વારા ડેવલોપ કોરોના વેકસીનના (Corona Vaccine) કિલનિકલ ટ્રાયલ પર રોક લગાવી દેવામાં આવી છે. વેકસીનના ટ્રાયલમાં ભાગ લેનારા વોલેન્ટિયર્સમાં HIVના લક્ષણો જોવા મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ આ વેકસીનના ૫૧ મિલિયન ડોઝ બૂક કરાવ્યા હતા. જેની કિંમત અંદાજે ૭૫૦ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર હતી.

અમેરિકામાં કોરોનાનું વિકરાળ રૂપ જોવા મળી રહ્યું છે. કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ અને મૃત્યુ આંકથી ફફડાટ ફેલાયો છે.

(12:44 pm IST)