Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ઇશાના લગ્નમાં વિજયભાઈ રૂપાણી પણ પહોંચ્યાઃ બૉલીવુડ,ખેલજગત અને રાજકીય હસ્તીઓ પણ જોડાયા

બૉલીવુડ સુંદરી એશ અભિષેક સાથે અને પ્રિયંકા નિક સાથે ઉપસ્થિત :હરભજનસિંહ પણ પત્ની સાથે લગ્નમાં હાજર

 

ઇશા અંબાણીના લગ્નમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને બોલીવૂડની સુંદર અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન પણ હાજર રહી હતી.

મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીના આજ આનંદ પીરામલ સાથે લગ્ન થયા. લગ્નમાં ટોચની હસ્તીઓ હાજર રહી હતી. જેમાં ખાસ કરીને બોલીવૂડ, રમતજગત અને રાજકારણીઓ પણ જોડાયા હતા.

સચિન ટેન્ડુલકર પોતાના પરિવાર સાથે તો અમિતાભ બચ્ચન પણ પરિવાર સાથે હાજર રહ્યાં હતા.

તો આમીર ખાન પણ પત્ની કિરણ સાથે ટ્રેડિશનલ કપડામાં હાજર રહ્યાં હતા.

ક્રિકેટર હરભજન સિંઘ પોતાની પત્ની સાથે હાજરી આપી તો ગૌરી ખાન પણ પત્ની સાથે હાજર રહી હતી.

બોલીવૂડ સિતારાની સાથે રાજકારણીઓ પણ ઇશાના લગ્નમાં મહેમાન બન્યા હતા, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ઉપસ્થિત રહ્યાં હતા.

ઇશાના લગ્નમાં મહેમાનોમાં હાલમાં લગ્નગ્રંથીએ જોડાયેલી પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ પણ ઉપસ્થિત રહ્યાં હતા. નવદંપત્તિએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું.

ઇશા અંબાણીના લગ્ન મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલામાં યોજાઇ રહ્યાં છે.

મહાનાયક અમિતાભ બચ્ચન પરિવાર સાથે લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

(12:10 am IST)