Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

અંબાણી પરિવારના ઘરે જાનનું અનંત-આકાશે ઘોડે ચડી કર્યુ સ્વાગત

એન્ટિલિયાબહાર અડધા કિલોમીટર સુધી આકર્ષણ : ફુલની સજાવટથી પુરા એન્ટિલિયામાં જશ્નનો માહોલ:પૂર્વ રાષ્ટ્રપતિ,હિલેરી ક્લિન્ટન,અમિતાભ-જ્યા અને શ્વેતા બચ્ચન :સચિન અને આમીરખાન સહિતના ફેમિલી સાથે પહોંચ્યા

 

મુંબઈ :દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીની પુત્રી ઇશા અંબાણી આજે આનંદ પિરામલ સાથેના લગ્નબંધનમાં બંધાશે. એન્ટિલિયામાં મહેમાનો આવવા લાગ્યા છે અને ઇશાની જાન પણ એન્ટિલિયા પહોંચી ચુકી છે.

સમગ્ર એન્ટિલિયા દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. જ્યા મહેમાનોની આગતા સ્વાગતા કરવામાં આવી હતી. તમામ મહેમાનોનું સ્વાગત મુકેશ અંબાણીએ કર્યું અને આનંદ પીરામલ તમામને ગળે મળ્યા.હતા

અમિતાભ-જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન લગ્નમાં જોડાવા અંબાણીના ઘરે પહોંચ્યા છે .

અનંત અને મુકેશ અંબાણી અને કાકા અનિલ અંબાણી સાથે તમામે સ્વાગત કર્યુ હતુ. જ્યા અડધા કિલોમીટર સુધી આકર્ષણો જોવા મળી રહ્યાં છે.

મુકેશ અંબાણીનો પુત્ર આકાશ અને અનંત ઘોડી પર બેસીને જાનના સ્વાગત માટે આતુર છે.

ફુલની સજાવટથી પુરા એન્ટિલિયામાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઇશા ઇંબાણીના લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચી ચુક્યા છે. તસવીરમાં પ્રણવ મુખર્જી અને અનિલ અંબાણી સાથે નજર આવી રહ્યાં છે.

આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવ ઇશા અંબાણીના લગ્નમાં પહોંચી ગયા છે.

(11:49 pm IST)