Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

રાહુલ ગાંધીના ખેડૂતોના દેવામાફીના વચનના વિડીઓએ સોશ્યલ મીડિયામાં મચાવી ધમાલ

ચૂંટણી પહેલા કહ્યું અમારી સરકાર દેવમાફ કરશે :જીત્યા પછી કહ્યું દેવામાફી એ કોઈ ઉકેલ નથી

દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 3 રાજ્યોમાં વિજય હાંસલ કર્યો છે રાહુલ ગાંધીનો પ્રચાર અને સતત ભાજપ પરના હુમલા પરિણામોને જોતાં  તેવું કહી શકાય.કે રાહુલ ગાંધીનો એક વાયદો કામ કરી ગયો છે. જેમાં રાહુલે કહ્યું હતું કે જો અમારી સરકાર આવશે તો 10 દિવસમાં ખેડૂતોના દેવાં માફ કરી દેવાશે.

 જો કે હવે સોશ્યલ મીડિયામાં આ જ નિવેદનને લઈને એક વીડિયો ખાસ્સો શૅર થઈ રહ્યો છે વીડિયોમાં ચૂંટણી પહેલા પ્રચાર દરમ્યાન 10 દિવસમાં દેવામાફીનો વીડિયો અને ચૂંટણીના પરિણામોમાં જીત બાદના સંબોધનનો વીડિયો એમ બંને શૅર થઈ રહ્યાં છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે બંને નિવેદનો વિરોધાભાસી છે. ચૂંટણી પહેલાં અને પછીના નિવેદનોમાં જુઓ કેટલો ફેર છે.

  હાલમાં આ વીડિયો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે અને લોકો કહી રહ્યાં છે કે 24 કલાકમાં જ કોંગ્રેસે પોતાના વાયદાથી પલટી મારી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચેલા કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. આ સમયે રાહુલ ગાંધીએ મોટું એલાન કરતા કહ્યું હતું કે, જો તેમની સરકાર બનશે તો તેઓ માત્ર દસ દિવસમાં ખેડૂતોનું કર્ઝ માફ કરી દેશે.

  રાહુલ ગાંધીએ ત્યાં સુધી કહી દીધું કે જો મુખ્યમંત્રી ખેડૂતોનું દેવું 10 દિવસમાં માફ નહીં કરે તો અગિયારમાં દિવસે મુખ્યમંત્રી બદલી જશે. 11માં દિવસે બદલેલો મુખ્યમંત્રી ખેડૂતોનું દેવું માફ કરશે. આમ રાહુલ ગાંધી જનતાને વાયદા આપ્યા હતાં.

(10:04 pm IST)