Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

રાજસ્થાનમાં ત્રણવાર ધારાસભ્ય રહેલ ઘનશ્યામ તિવારીની જમાનત પણ જપ્ત

ભાજપથી અલગ થઈને ભારત વાહિની પાર્ટી બનાવી ચૂટણીંમાં ઝંપલાવ્યું હતું

નવી દિલ્હીઃ ત્રણવાર ધારાસભ્ય રહેલ ઘનશ્યામ તિવારી રાજસ્થાનની સાંગાનેર સીટ પર ચૂંટણી હારી ગયા. અહીંથી ત્રણવાર ધારાસભ્ય રહી ચૂકેલ ઘનશ્યામ તિવારી પોતાની જમાનત પણ ન બચાવી શક્યા અને ત્રીજા નંબર પર ખસકી ગયા. સતત ત્રણ વાર ધારાસભ્ય રહેલ ઘનશ્યામ તિવારી ભાજપથી અલગ થઈને પોતાની ભારત વાહિની પાર્ટી બનાવી અને પોતાની પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા

ઘનશ્યામ તિવરીને સીટ પર જમાનત બચાવવા માટે 16.5 ટકા વોટની જરૂરત હતી. તેમને 2.11 લાક વોટમાંથી 35 હજાર વોટ મળવા જરૂરી હતા, પરંતુ 17 હજાર વોટ પર જ તેમની ગાડી અટકી ગઈ અને જમાનત પણ જપ્ત થઈ ગઈ. સંગાનેર સીટથી ભાજપના અશોક લોહાટીએ 107947 વોટ મેળવીને જીત હાંસલ કરી. કોંગ્રેસને 72542 અને ત્રીજા નંબર પર રહેલ ઘનશ્યામ તિવારીને 17371 વોટ મળ્યા હતા .

ઘનશ્યામ તિવારી 2003થી 2013 સુધી ત્રણ વાર સંગાનેર સીટથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાયા. આ વખતે તેઓ પોતાની સીટ બચાવવામાં નિષ્ફળ રહ્યા. આ સરકારમાં મુખ્યમંત્રી વસુંધરા રાજેથી તેમની બની ન શકી અને ચૂંટણી પહેલા જ તેમણે ભાજપ છોડીને પોતાની પાર્ટી બનાવી અને 62 સીટ પર ખુદના ઉમેદવાર ઉતાર્યા હતા.

 

(8:20 pm IST)