Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

SC-ST એક્‍ટમાં કરાયેલું સંશોધન : ખેડૂતોની અવગણનાથી ભાજપ રાજસ્‍થાન અને છત્તીસગઢમાં હાર્યું

ઉત્તરપ્રદેશના ભાજપના ધારાસભ્‍યનો દાવો : ભાજપ સવર્ણોનું અપમાન કરીને જીત મેળવી શકે નહીં : ખેડૂતોના પ્રશ્નો મામલે આંખ આડા કાન કરવાથી ભાજપે રાજસ્‍થાન - છત્તીસગઢ ગુમાવ્‍યા એજન્‍સી લખનૌ

નવી દિલ્‍હી તા. ૧૨ : પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપને પછટાડ ખાવી પડી છે. વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને અલગ-અલગ પ્રતિક્રિયા આવી રહી છે. બીજી તરફ ભાજપ વિપક્ષી દળોના નિશાન પર છે. ઉપરાંત પાર્ટીની અંદર પણ અવાજ ઉઠી રહ્યો છે. ઉત્તરપ્રદેશના બૈરિયા સીટના ધારાસભ્‍ય સુરેન્‍દ્ર સિંહે પાંચ રાજયોમાં ભાજપની હાર માટે એસસી-એસટી એક્‍ટમાં કરાયેલાં સંશોધનને કારણભૂત ગણાવ્‍યું છે. તેમણે સ્‍પષ્ટ કહ્યું કે, ભાજપને આ પરાજય એસસી-એસટી એક્‍ટના કારણે થયો છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ભાજપ સવર્ણોનું અપમાન કરીને જીતની સફર નક્કી કરી શકે નહીં. એસસી-એસટી એક્‍ટમાં સંશોધન સરકાર માટે આત્‍મઘાતી નિર્ણય પુરવાર થયો છે.

 તેમણે વધુમાં કહ્યું કે ચૂંટણીના પરિણામ અપેક્ષા અનુસાર આવ્‍યા નથી. લોકોએ ભાજપને થોડોક સબક શિખવ્‍યો છે. તેમણે ઉમેર્યું કે, જો એસટી-એસસી કાનૂન પર પુનર્વિચાર કરવામાં આવે નહીં આવે તો ભાજપે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં નુકસાન ભોગવવા તૈયાર રહેવું પડશે.

છત્તીસગઢમાં ૫૩ ગ્રામ્‍ય વિસ્‍તારની બેઠકો પૈકી કોંગ્રેસ ૪૨ બેક પર જીતી છે. ખેડૂતોના દેવા માફીની જાહેરાત તેમજ અનાજના ટેકાના ભાવ ૨૫૦૦ કરવાની જાહેરાતને પગલે કોંગ્રેસ પર ખેડૂતોએ વિશ્વાસ મૂક્‍યો હતો. ચૂંટણી સુધી ખેડૂતો અનાજ વેચવા આવ્‍યા નહતા.

મહિલાઓ મતદાનમાં આગળ રહી હતી. રાજયમાં દારૂબંધીના વચનને મહિલાઓ મતદારોને આકર્ષિત કર્યા અને ૨૪ બેઠકો પર મહિલાઓના મતનીટ કાવારી પુરૂષો કરતા વધુ રહી હતી. કોંગ્રેસ આ પૈકી ૨૨ બેઠકો જીતી હતી.

બીજીતરફ એસસી-એસટી એક્‍ટમાં સંશોધનને પગલે સવર્ણો ભાજપથી નારાજ હતા. રાજસ્‍થાનમાં ૧૫૩ ગ્રામીણ બેઠકોમાંથી ભાજપ પાસે ૧૨૩ બેઠકો હતી જો કે આ વખતે કોંગ્રેસ ૬૩ બેઠકોથી આગળ થઈ ગઈ છે. ખેડૂતોની નારાજગીથી ભાજપને ભોગવવાનો વારો આવ્‍યો હતો. જયારે કોંગ્રેસની દેવા માફીની જાહેરાત ખેડૂતોને સ્‍પર્શી ગઈ હતી.

(4:59 pm IST)